________________
૧૭૦
જળશાળા મારવાડ દેશની ભૂમિ સમાન જળ વગરની કરી મૂકી. ત્યાંથી તરત બહાર નીકળી જ્યાં ભાનુકુમાર પરીક્ષા લેવા માટે યવન દેશનો અશ્વ ખેલવતા હતા ત્યાં કુમાર પિતાને અશ્વ લઈ ગયે. ભાનુકુમારને ઘોડાને બહુ જ શેખ હત તેથી કુમારની પાસે રહેલે ઉત્તમ અશ્વ જોઈ બોલ્યા કે, “આ અશ્વ કેન છે અને તે વેચવાને છે કે કેમ?” - પ્રદ્યુમ્નકુમાર બે કે, અમારી માગણી પ્રમાણે મૂલ્ય મળે તે માટે અધ વેચવાનો છે. હે રાજન આ કંઈ જે તે અશ્વ ન ધારશે, ખાસ કજ દેશને અતિ શ્રેષ્ઠ અબ્ધ છે. માટે આપની ઈચ્છા હોય તે ભલે આપ ખુશીથી લે.” - ભાનુકુમારે કહ્યું કે, “તારી ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપીએ અને તે અશ્વ અમને આપ.” ત્યારે કુમારે કહ્યું કે, “રાજપુત્ર! આપ પ્રથમ મારા અશ્વની પરીક્ષા કરી જુઓ અને તેથી આપને પસંદ પડે તો તે લેજે અને તમારૂં મન પ્રસન્ન થયા પછી જ હું મૂલ્ય લઈશ, નહીંતર કૃષ્ણરાજા નિરપરાધી મારે દંડ કરે. માટે આપ પ્રથમ આ અને ખેલવી જુઓ.” - કુમારનાં મુખથી આવાં ન્યાયયુક્ત વચન સાંભળી ભાનુકુમારે પિતાને અશ્વ છેડી દઈ સજજ કરેલા કેબેજ દેશના અશ્વ ઉપર ચડી ચલાવવા લાગ્યું. એમ કરતાં કરતાં તે અવે ભાનુકુમારને દાંતારી જમીન ઉપર પછાડી નાખે. દાડમમાંથી જેમ બી નીકળી પડે તેમ ભાનુકુમારના મુખમાંથી પછાટને લીધે સઘળા દાંત પડી ગયા. તેથી રૂધિરની ધારા