________________
૧૬૯
ખડથી ભરી મૂકેલી સરકારી વખારી હતી ત્યાં ગયા; જઈ ને કુમારે તેના ઉપરી લેાકેાને કહ્યું કે, “આમાંથી થેાડાક ખડના પુળા આપે. આ માા અશ્વ બહુ જ ભૂખ્યો છે.” ત્યારે ખડના વખારદાર આલ્યા કે, “ભાનુકુમારના વિવાહ કરવા માટે જાન આવનારી છે તેમાં અશ્વ ગાદિક પશુઓ પણ આવશે, તે સારૂં આ ખડની વખારો ભરી મૂકી છે. તેથી આમાંથી એક પણ પુળા અમારાથી તને અપાય તેમ નથી, માટે તું બીજે સ્થળે જઈ તારા અશ્વનું પોષણ કર.”
આમ કહ્યું ત્યારે કુમારે તેને ધનાદિક આપી લેાભાવ્યા. અધિક ધનને લીધે લેાભ પામેલા તે વખારદારાએ કુમારને તે વખારમાં જવાની રજા આપી. કુમારે અંદર જઈને એક ક્ષણમાં સ વખારા ઘાસ વગરની કરી દ્વીધી. ઘાસનું એક પણ તણખલું રહેવા દ્વીધું નહીં. ત્યાંથી તરત જ બહાર નીકળી અશ્વ સહિત કુમાર જળશાળાએ (પાણીની પરબે ) ગયા. જઈને જળશાળાના અધ્યક્ષાને કહ્યું કે, “મને તથા મારા ઘેાડાને પાણીની બહુ જ તૃષા લાગી છે માટે મને તમેા પાણી પીવા આપે. જળશાળાના અધ્યક્ષાએ પણ ઘાસની વખારવાળાની માફક ઉત્તર આપ્યા. લેાકમાં કહેવાય છે કે, ધનાઢય અને દાનશીલ માણસ જે ધારે તે કરી શકે,” એ કહેવત પ્રમાણે કુમાર તે લેકેને ઘણું ધન આપ્યું કે તરત જ તે લેાકેા કહેવા લાગ્યા કે, “તું તારી ઇચ્છા પ્રમાણે જળપાન કર અને તારા અશ્વને પણ જળપાન કરાવ. અહીંયાં તું વિશેષ રાકાઈશ નહીં.” આવી રીતે મંજુરી મેળવી જળશાળાની અંદર જઈ કુમારે આખી