________________
૧૬૮ કઈ સ્થળે રહેલા ચંપકનાં તથા અશેકનાં વૃક્ષની સુગધીને લીધે મનહર લાગતું, કોઈ જગેએ માલતીના પુષ્પ ઉપર ભ્રમરનું ટોળું આમ તેમ ભ્રમણ કર્યા કરે છે, કઈ ભાગમાં કેતકીના પુષ્પોની સુગંધ રૂપી વરસાદની ધારાઓ વરસે છે, સાંભળતાં આનંદ ઉપજે તેવા મયૂરના શબ્દોથી ગાજી રહેલું, ઉડી આવેલાં અનેક જાતનાં પક્ષી સમૂહથી આકુલ થયેલું શ્રી દ્વારિકાપુરીથી પૂર્વ દિશામાં આવેલું એક મનહર ઉદ્યાન જેવામાં આવ્યું. - કુમારે સ્વવિદ્યાની પ્રબલ શક્તિથી લેઢાની સાંકળ વતી બાંધેલે એક કપિ બનાવ્યું. તેને સાથે લઈ કુમાર તે ઉદ્યાનમાં ગયે. જઈને કુમારે ઉદ્યાન પાલકને પૂછ્યું કે,
આ આવું રમ્ય ઉદ્યાન કોનું છે ?” વનપાલકોએ કહ્યું કે, “શ્રી કૃષ્ણ મહારાજની સ્ત્રી સત્યભામાનું આ વન છે. સત્યભામાના પુત્ર ભાનુકુમારના વિવાહ માટે આ વનની અમે ચોકી કરીએ છીએ કે જેથી કઈ પણ માણસ આમાંથી ફળ તોડી ન શકે. માટે તું અહીંથી પાછે જ. આ વનમાં કેઈને પણ પેસવાનો હુકમ નથી.”
- કુમારે કહ્યું કે, “આ મારી પાસે જે વાનર છે તેને બહુ જ ભૂખ લાગી છે માટે તમે મેઢેથી માગે તેટલા પૈસા આપું અને આ મારા વાનરને અંદર જઈને તૃપ્ત થવા દ્યો.”
આવાં લોભજનક વચન સાંભળી તેઓએ મેઢે માગ્યા પિસા લઈ કપિ સહિત કુમારને અંદર જવા દીધું. વનમાં પેસીને કુમારે તમામ ફળે તેડી નાંખ્યાં. ત્યાંથી એકદમ બહાર નીકળી એક અબ્ધ બનાવ્યો. તેને લઈ દ્વારિકામાં જ્યાં