________________
૧૬૭
બતાવી જાણ કર્યા સિવાય પિતાને મળવા માટે મારા મનમાં જરા પણ ઉત્સાહ થતું નથી, નહીંતર કૃષ્ણ પિતાની મેળે જ મને “આ તો મારે પિતાને પુત્ર છે,” એમ શી રીતે જાણી શકે, અને ધારે કે કદી તમારા જેવાના કહેવાથી મને તેણે ઓળખે, તે પણ જ્યાં સુધી તેણે મારું પરાક્રમ જોયું નથી ત્યાં સુધી કૃષ્ણના મનમાં પૂરેપૂરી ખાતરી કેમ થાય કે, આ તે ખરેખર મારે પોતાના જ પુત્ર છે. ખરૂં પૂછતા હે તે સિંહને સિંહના બળથી જ સિંહત્વની ખાત્રી થાય છે. નહીંતર આપ મને કહે કે, આ શિયાળ છે અને આ સિંહ છે, આ ભેદ શી રીતે જાણું શકાય ? માટે હે મુનિરાજ ! આપ મને જવા માટે આજ્ઞા આપ, કે જેને શિરપર ચડાવી હું જાઉં. પિતાની પાસે જે પુત્ર કોઈ કાર્ય કરવાની આજ્ઞા માગે તે પિતા પણ પુત્રને યોગ્ય આજ્ઞા આપે છે માટે હું આપની પાસે માગણી કરું છું તે આપ હુકમ આપે.”
ચતુરાઈ ભરેલાં કુમારનાં આવાં વચન સાંભળી મનમાં અતિ સંતુષ્ટ થયેલા મુનિએ કુમારને દઢ આગ્રહ જોઈ કહ્યું કે, “ભલે, તું ખુશીથી જા.”
આમ મુનિરાજનો હુકમ થયા પછી તરત જ કુમાર તે વિમાનમાંથી નીચે ઉતરી શ્રી દ્વારિકા તરફ આવ્યું. જરા દૂર ગયે ત્યારે, ફળના ભારથી નમી ગયેલા આમ્રનાં, લિંબુનાં તથા કદંબાદિકનાં અનેક વૃક્ષેથી શુભતું, તથા દ્રાક્ષાદિકના માંડવાઓથી છવાઈ ગયેલું, નાળીયેરનાં વૃક્ષમાંથી પડેલાં ફળેથી જાણે પૃથ્વીના દાંત ઉગેલા કેમ હોય તેવી શંકા કરાવનારૂં, દાડમના ફળથી તથા જાંબુનાં ફળોથી ભરપૂર