________________
૧૬૬
વર્ણવાળી, નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવની પ્રતિમા બિરાજે છે. શિખર અતિ ઉંચુ હોવાથી જે અધિક શાલે છે, તથા જેની ધજાનું વસ્ત્ર ઘણું પહેાળુ' છે તે શાંતિનાથના પ્રાસાદ થેાલે છે. દૂરથી જ મનેાહર લાગતા તથા નીલ વસ્રની ધજાવાળે શ્રી નમિનાથના પ્રાસાદ છે. દ્વારિકાપુરીમાં ભૂષણરૂપ, તથા સચેતન પ્રભુની મૂર્તિને લીધે અધિક શૈાલતા. શ્વેત ધજાવાળા આ શ્રી નેમિનાથના પ્રાસાદ છે. આવી રીતે એક સરખા આવેલા તથા જતા આવતા અનેક જનસમુહથી વિભૂષિત બાવીશ તીર્થકરોનાં ચૈત્યોને તું એક નજરથી જો. હે પુત્ર ! સ્ફટિકમણિ સમાન પથ્થરોથી બાંધેલા જે મહેલ છે તે તારી માતા રૂકિમણીને છે. તે મહેલ હાલમાં તે પુત્રમાં રત્ન સમાન તારા સિવાય શેાકમાં મગ્ન થઈ ગયેા છે તથા તમામ Àાભાથી ટ્વીન થયેા છે.”
આ રીતે નારદનાં વચન સાંભળી મનમાં ઉલ્લાસ આવવાથી કુમારે નારદને કહ્યું કે, “આપ કન્યાની સાથે વિમાનમાં ક્ષણવાર બેસી રહેજો અને મને જરા ક્રીડા કરવાને ઉમગ થયા છે તેથી હું તો એ પુરીમાં જઈશ.”
મુનિએ કહ્યું, વત્સ ! હવે જરા પણ વિલ બ કરવા તને ઉચિત નથી, કારણ કે તારા સિવાય તારી માતાને એક ઘટિકા પણ વર્ષ જેવડી થઈ પડે છે. માટે હાલ તે તારે સપત્ની જનની પદ્ધાને લીધે અતિ પીડા પામતી તારી માતાને સત્વર મળવું જોઈ એ.”
પ્રદ્યુમ્નકુમારે પ્રત્યુત્તર આપ્યું કે, “મુનિધર ! પરાક્રમ