________________
૧૬૫ તે જોઈ મનમાં અતિ ઉમંગ આવવાથી કુમારે નારદને પૂછ્યું કે, “મુનિરાજ ! આ સન્મુખ જોવામાં આવતી કઈ પુરી છે?”
નારદ બોલ્યા કે, “વત્સ ! તારા પિતા શ્રીકૃષ્ણ મહારાજની આ પુરી છે. જરા ધ્યાન દઈ જે. એ પુરીમાં સુવર્ણના કલશવાળે જે મહેલ દેખાય છે તથા જેની ઉપર ગરૂડના ચિન્હવાળી ધજા ફરકે છે તે પ્રાસાદ તારા પિતા કૃષ્ણને છે. જેની ઉપર સિંહના લક્ષણવાળી ધજા રહેલી છે તે મહેલ સમુદ્રવિજયને છે. હે વત્સ ! જેના ઉંચા અને વિચિત્ર અનેક ગોખ છલકી રહ્યા છે તથા જેની ઉપર હાથીને ચિત્રામણવાળી ધજા બિરાજે છે તે મહેલ તારા પિતામહ વસુદેવને છે. આ સન્મુખ રહેલે પ્રાસાદ તારા પિતાના યેષ્ઠ બંધુ બલદેવને છે, કે જેની ઉપર અસંખ્ય ઘુઘરીઓવાળી શ્યામ વસ્ત્રની ધજા દેખાય છે. જેની ધજામાં વાનરનું ચિત્રામણ છે તે ઉગ્રસેન મહારાજાનો મહેલ છે. ભાનુકુમારનાં વિવાહ નિમિત્ત બાંધવામાં આવેલા કદલી તંભેથી તથા નવ પલ્લવ તરણની પંક્તિઓથી વિરાજતે તથા કળી ચુન છાંટી શ્વેત કરેલ જે પ્રાસાદ દેખાય છે તે સત્યભામાને છે. આ સિવાય બીજા પણ મનહર તથા વિવિધ ધ્વજાઓથી અલંકૃત ઘણું પ્રાસાદે જોવામાં આવે છે, તે તે મહા મોટા વેપારીઓના છે. વત્સ ! જે, જેની ઉપર અતિ શ્રેષ્ઠ સુવર્ણને કલશ બીરાજે છે તથા જેની ધજાનું વસ્ત્ર વાયુને લીધે આમ તેમ ઉડે છે તે શ્રી આદિ તીર્થકરનું ચૈત્ય છે, જેમાં ગંગાના જળ સમાન ગૌર