________________
૧૬૪
અને કેટલાએકના તો દાંતે પાડી નાખ્યા. દુર્યોધન રાજા તથા સર્વ પદ્ધાએ જોતાં છતાં જેમ સમળી, સુવર્ણના હારને ઉપાડી જાય તેમજ કુમાર પણ એકદમ તે કન્યાને ઉપાડી પોતાના વિમાનમાં ગયા અને કન્યાને વિમાનમાં મૂકી. ભયભીત થયેલી તથા અત્યંત થરથર ધ્રુજતી તે કન્યાને જોઈ નારદે કહ્યું કે, “હે વત્સ ! તું જરા પણ ભય રાખીશ નહિ, તને જે આ ભિલ્લ જે જોવામાં આવે છે તે ભિલ્લ નથી પણ શ્રી દ્વારિકાધિપતિ કૃષ્ણ મહારાજને સૂર્ય સમાન તેજસ્વી મહા બુદ્ધિશાળી, સવેચ્છા પ્રમાણે વિચિત્ર રૂપ ધરનાર તથા મહા યશ સંપાદન કરનાર પ્રદ્યુમ્ન નામને પુત્ર છે. હે પુત્રી ! પ્રથમથી જ તારા પિતાએ તને આ કુમારને આપવા ધારી હતી પણ આ કુમારને જન્મ થયો કે તરત જ ધૂમકેતુ દેવ આને ઉપાડી વિદ્યાધરના પુરમાં મૂકી ચાલ્યા ગયે. આવી રીતે રૂકિમણુના પુત્ર પ્રદ્યુમ્નકુમારનું હરણ થઈ ગયા પછી તપાસ કરતાં ક્યાંય પણ પત્તો ન મળે ત્યારે તારા પિતાએ તેને સત્યભામાના પુત્ર ભાનુકુમાર વેરે આપી છે. હવે આ કુમાર પિતાના પિતા પાસે જાય છે.” “આ કન્યા તો મને આપેલી તે જ છે,” એમ જાણીને કુમારે તારૂં હરણ કરેલું છે તેથી તું મારી પાસે નિઃશંકપણે સ્વસ્થ થઈ રહે. મનમાં કઈ જાતને ઉગ રાખીશ નહીં.” આમ કહી નારેદે તેણુને શાંત કરી. પ્રદ્યુમ્ન કુમારે પણ ભિલ્લનું રૂપ છેડી દઈ પિતાનું ભવ્ય સ્વરૂપ ધારણ કરી, વાયુ સમાન વેગવાળું પિતાનું વિમાન આગળ ચલાવ્યું. ચાલતાં ચાલતાં ઘણા જ ઉંચા અનેક મહેલે જોવામાં આવ્યા