________________
૧૬૨
ઘડી વિમાન ઉભું રાખી અહીંયાં જ ઉભા રહેજો અને હું જરા સૈન્ય જોઈને હમણાં આવું છું.''
મુનિ ખેલ્યા કે, “વત્સ ! જરા પણ વિલંબ કરીશ નહીં, સત્વર આવતા રહેજે.” મુનિની આજ્ઞા શિર પર ચડાવી પ્રદ્યુમ્નકુમારે ત્યાંથી નીચે ઉતરી પૃથ્વી ઉપર આવી ભય'કર જિલ્લનુ રૂપ ધર્યું, જેમકે, મષના પુજ જેવા શ્યામદેહ, ઉંટના જેવા લાંમા જેના એક છે, ગણેશના જેવું જેનું લાંબું ઉદર છે, બિલાડાના જેવા જેના પીળા નેત્ર છે, જેનું ભાલ વક્ર છે, જેના માટા મેાટા દાંત રહેલા છે, જેના કેશ વેલાના સમુહથી ગુંથાએલા છે, તથા જેને સ દેખાવ લાકોને અણગમતા લાગે તેવું ભિલનું વિચિત્ર રૂપ ધારણ કરી કુમાર જ્યાં જાનનાં માણસે જમતાં હતાં ત્યાં ગયા અને પૂછ્યા લાગ્યા કે, “દુાંધન મહારાજાના તંબુ કયાં છે ?” આમ પૂછવા લાગ્યો ત્યાં તે। જાનના સવ માણસ એકઠા થઈ ગયા અને તેની હાંસી કરવા લાગ્યા. દુર્યોધન જ્યાં સિંહાસન ઉપર બેઠા છે અને જાનનાં અનેક કાર્ય પતાવે છે ત્યાં કુમાર આવી નમીને દુર્યોધનને કહે છે કે, “મહારાજ ! કૃષ્ણ મહારાજની આજ્ઞાથી હું જતા આવતા લેાકા પાસેથી દાણુ (જકાત) લેવા અહીંયાં રહેલા છું. માટે મહારાજ ! મને દાણુ દ્વીધા પછી તમારી ઇચ્છા પ્રમાણે જજો, નહીંતર તમેા અહીંયાંથી જવા પામશે નહીં; આ વાત તમને પ્રથમથી જણાવું છું, પછી મને દોષ દેશે નહીં.”
બિલનાં આવાં હાસ્યજનક વચનો સાંભળી દુર્યોધન ખડખડ હસીને ખેલ્યા કે, ખેલ, દાણુમાં (જકાતમાં) હાથી,