________________
૧૬૧
નહીંતર આમાંથી નક્કી તેને માટે અનર્થ પેદા થશે. બીજુ વળી જેમ મોટા સિંહ સાચવવા બહુ જ દુસહ છે તેમજ આ યુધિષ્ઠિરના ભીમાદિક ચાર ભ્રાતાઓને સાચવતાં તમને બહુ જ મુશ્કેલી પડશે. જેમ સર્પવાળા ઘરમાં રહેવું એ મૈતનું કારણ છે તેમજ તારા રાજ્યમાં રહેલા મેટા નાગ સમાન આના ચાર ભ્રાતાઓ તારે સમજવા. અને જ્યાં સુધી તેઓ તારા રાજ્યમાં રહેલા હશે, ત્યાં સુધી તારાથી નિઃશંકપણે નહીં રહેવાય. માટે એવા એ બંધુઓને બાર વર્ષ સુધી વનમાં તું જવા દે. એમાંથી કોઈને પણ તું અટકાવીશ નહીં. ખંડીયા રાજાઓનું આમ કહેવું સાંભળી દુર્યોધને કહ્યું કે, “ભલે, તેઓ સર્વને હું રજા આપું છું.” આવી રીતે દુર્યોધને કહ્યું ત્યારે તે પાંડવે પિતાની માતા કુંતીને તથા દ્રૌપદીને સાથે લઈ વનમાં ગયા.”
આવી રીતે કપટ કરી પાંચે પાંડેને જીતી વનવાસ આપ્યા પછી, મહા અહંકારી દુર્યોધન રાજા હાલમાં નિઃશંકપણે હસ્તિનાપુરનું રાજ્ય કરે છે. સત્યભામાના પુત્ર ભાનુકુમાર કરતાં તું મહટે છે તેથી દુર્યોધને પિતાની પુત્રી તને આપવા ધારી હતી પણ તને તે ધૂમકેતુ નામે દેવ હરી ગયે હતું તેથી ભાનુકુમારને પરણાવવા માટે મહા બળવાન દુર્યોધન રાજા પિતાની ઉદધી નામની પુત્રી લઈને જાય છે, તેને આ સર્વ પડાવ પડે છે.”
આવાં નારદમુનિનાં વાકય સાંભળી બે ઘડી આનંદ કરવા માટે પ્રદ્યુમ્ન મુનિને કહ્યું કે, “મહારાજ ! તમે બે
31