________________
૧૬o છે, તથા જેનું ચરિત્ર પણ લકત્તર છે અને ત્રણે વિશ્વમાં તેઓ અતિ પ્રખ્યાતિ પામેલા છે”
પાંડુ રાજાએ આપેલા હસ્તિનાપુરમાં હાલ યુધિષ્ઠિર રાજ્ય કરે છે અને પ્રણામ કરવા આવેલા અનેક નૃપતિના નમેલા મુકુટની માલાઓથી જેના ચરણની પૂજા થાય છે તે દુર્યોધન મહારાજા ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરે છે. એમ કરતાં ઘણે વખત વ્યતીત થયા પછી મારની પેઠે હસ્તિનાપુરના રાજ્યરૂપ દૂધ પીવાની ઈચ્છાથી દુર્યોધન પાંડે ઉપર ઈર્ષ્યાલ થયે. પાંડેનું રાજ્ય લઈ લેવા માટે દુર્યોધને ઘણે યત્ન કર્યો પણ તેથી કાંઈ તેનું વળ્યું નહીં, કારણ કે પાંડવે મહા બળવાન હતા તેથી દુર્યોધન તેઓને પહેચી શકે તેમ નહોતું. યુધિષ્ઠિર બહુ નિખાલસ દિલને હતો તેથી દુધને જેમ તેમ સમજાવી જુગટુ રમવા બેસાડ્યા. રમતાં રમતાં યુધિષ્ઠિર સર્વ હારી ગયે, પોતાની સ્ત્રી દ્રૌપદીને પણ હારી ગયે; “હારી ગયેલ જુગારી બમણું રમે,” એ ન્યાય પ્રમાણે છેવટ યુધિષ્ઠિરે હારમાં પિતાના ચારે ભાઈઓને મૂક્યા. દુર્યોધને કપટથી તેઓને પણ જીતી લઈને કહ્યું કે, “અરે યુધિષ્ઠિર ! હવે તું સર્વ પૃથ્વીને, તારી સ્ત્રી દ્રૌપદીને તથા બંધુઓને છોડી દઈ તું એકાએક જ વનમાં ચાલ્યા જા અને ભ્રમણ કર.”
તે સમયે ત્યાં બેઠેલા કેટલાએક ખંડીયા રાજાઓએ દુર્યોધનને કહ્યું કે, હે રાજન ! જેકે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ચૂક્યા છે તે પણ જે તારું પોતાનું કલ્યાણ ઈચ્છતા હે તે એ મહાસતિ રત્ન કાપદી પાંડેને સંપી દે,