________________
૧૫૯ થયે કે જે ચક્રવતી હતી ઇત્યાદિક અસંખ્ય રાજાઓ થઈ ગયા પછી, તેના જ વંશમાં શાંતનુ નામે રાજા થયે; તે રાજાની ગંગા અને સત્યવતી એ નામની બે સ્ત્રીઓ હતી; તેમાં ગંગા નદીના જળ સમાન ગૌર દેહનો કાંતિમાન તથા પવિત્ર ગાંગેય નામે ગંગાનો પુત્ર થયો. તેણે જન્મથી માંડીને અખંડ બ્રહ્મચર્ય સેવેલું તેથી તેનું ભીમ એવું બીજુ નામ વિશેષ પ્રખ્યાત થયું. હવે સત્યવતીના ચિત્રાંગદ અને ચિત્રવીર્ય એ નામના સત્યવક્તા બે પુત્ર થયા; ચિત્રવીર્યની ત્રણ સ્ત્રીઓ હતી–એક અંબિકા, બીજી અંબાલિકા અને ત્રીજી અંબા, તેઓના અનુક્રમે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ પુત્રો થયા. તેઓમાં ધરાષ્ટ્ર તે જન્મથી જ અંધ હતો તેથી રાજ્યને ચોગ્ય ન થયે ત્યારે કુરૂવંશ રૂપ સમુદ્રને પ્રસન્ન રાખવામાં ચંદ્ર સમાન પાંડુએ તે રાજ્ય કર્યું.”
ગાંધાર દેશના રાજા સુબેલ નામના રાજાની ગાંધારી આદિ આઠ પુત્રીઓને ધૃતરાષ્ટ્ર પર. ઘતરાષ્ટ્રના અતિ ઉગ્ર, તેજસ્વી, મહાદ્ધા, દુર્યોધનાદિક સે પુત્ર થયા. પાંડુરાજાની કુંતી અને માદ્રી એ બે સ્ત્રીઓ હતી, તેમાં કુંતીના ત્રણ પુત્ર થયા, એક તો યુધિષ્ઠિર, બીજે ભીમ અને ત્રીજે અજુન; માદ્રીના નકુલ અને સહદેવ એ બે પુત્ર થયા આ પાંચે પુત્ર પાંડુના હતા તેથી એ પાંચે જણ પાંડવ” એ નામથી ઓળખાય છે, અર્થાત્ એ નામથી જ તેઓ પ્રસિદ્ધ છે. તે પાંડવો મહા કીર્તિવાળા છે, મહા પરાક્રમી છે, વાણીથી ન કહી શકાય તેવા ગુણવાળા