________________
૧૫૮ જાણું છું. માટે અનેક વૃક્ષોથી સંપન્ન, વિવિધ ઔષધિઓથી વિરાજીત, તથા સુર અસુરે એ પૂજા કરાતા સેંકડે જેનબિંબથી યુક્ત આ રૈવતક પર્વત નમસ્કાર કરવા યોગ્ય છે અને દૂરથી પણ પાપનો ક્ષય કરનાર છે. તું જરા આગળ જઈશ ત્યારે લાખ આંબાના વનને લીધે સુંદર લાગતી સહસ્સામ્ર વનની મહા શેભાને તું દેખીશ.”
દેવર્ષિના મુખથી આવું માહાત્મ્ય સાંભળી પ્રદ્યુમ્નકુમાર તે જ ભવમાં સિદ્ધ પદ પામનાર છે તેથી કુમારે પરમ ભક્તિપૂર્વક કર જે પ્રણામ કર્યા. જરા આગળ ગયા ત્યારે, ગતિ કરતા પર્વતે હોય નહીં શું? તથા પૃથ્વી પર મેઘ રહેલા નહીં શું? તેવા મહાન અને શ્યામ સેંકડો હાથીઓથી યુક્ત તથા પાંખેવાળા હેય નહીં શું? તેવા શીવ્ર ગતિ કરતા અનેક જાતિના અધોથી સુશોભિત, જાણે મંદિરે કેમ ચાલતાં હોય તેવા અસંખ્ય રથવાળું, જેમાં વિવિધ રંગના તંબુઓ છે પણ કોઈ જાતનું જેમાં દૂષણ નથી તેવું, તથા પ્રફુલ્લિત થયેલા પુષ્પવાળા અતસીને વનની માફક વિચિત્ર એક મોટું સૈન્ય જોવામાં આવ્યું. તે જોઈ કુમારે નારદને પૂછ્યું કે, “મહારાજ ! આ શું દેખાય છે?” નારદ બોલ્યા, વત્સ ! સાંભળ, પૂવે ઋષભ સ્વામિના “કુરૂ' નામે પુત્ર થઈ ગયા છે જેના નામથી જગપ્રસિદ્ધ “કુરૂક્ષેત્ર” એવું નામ પડેલું છે. તે કુરૂનો “હસ્તિ” નામે પુત્ર થયે હતો જેના નામથી “હસ્તિનાપુર” એવું નગરીનું નામ પડેલું છે, તે હસ્તિ રાજાના વંશમાં અનંતવીય નામે રાજા થયે; તેને કૃતવીય નામે પુત્ર થયે; તેનાથી સુભૂમ નામે પુત્ર