________________
૧૫s
છે તેથી તું આ સિદ્ધગિરિને દૂરથી પ્રણામ કર. અને જ્યારે માતાનું સર્વ કાર્ય થઈ રહે ત્યારે તું આ ગિરિની યાત્રા કરવા અવશ્ય આવજે.” આવાં મુનિનાં વચન સાંભળી કુમારે સિદ્ધક્ષેત્રને અભિવંદન કર્યું અને જન્મભૂમિમાં જવા માટે ઉત્સુક થયેલા કુમારે તે વિમાન આગળ ચલાવ્યું. શાસ્ત્રમાં કહેલું છે કે –
जणणी य जन्मभूमि पच्छिमनिदा सुभासिया गुठी ॥ मणइठं माणुस्सं पंचवि दुःखेहिं मुञ्चति ॥ १॥
ભાવાર્થ-પિતાની માતા, જન્મભૂમિ, પાછલી રાતની નિદ્રા, વિદ્વજનની ગેષ્ઠી, તથા મનને ઇચ્છિત માણસ, આ પાંચ વાના દુઃખેથી છેડી શકાય છે,
મહા સમૃદ્ધિવાળા વિમાનને ઉતાવળું ઉતાવળું ચલાવતાં કુમારે બીજો એક મહાગિરિ જઈ મુનિને પૂછ્યું કે, “હે ગુરે ! આ સન્મુખ જેવામાં આવતા સજલ મેઘસમાન શ્યામ તથા નિર્મળ આ કર્યો પર્વત છે?” ત્યારે તેના પ્રત્યુત્તરમાં યતિએ કહ્યું કે, “આ રૈવતક નામે ગિરિ છે. આ ગિરિનું દર્શન, સ્પર્શન, પૂજન મહા મંગલકારક છે. આ પર્વત ઉપર તીર્થકરેનાં અનેક ચૈત્યો છે, જેમાં હજારો સુવર્ણનાં તથા રત્નનાં અરિહંતના બિબો રહેલાં છે. આ ગિરિ ઉપર અનેક શિખરે રહેલાં છે તેથી જ આ પર્વતનું “શિખરી” એ નામ સાર્થક છે અને ઈતર પર્વતનું તે રૂઢિથી શિખરી” એવું નામ પડેલું છે. વત્સ ! તારા પિતા કૃષ્ણના ભ્રાતા શ્રી નેમિનાથના ત્રણ કલ્યાણક આ ગિરિ પર થવાના છે એમ શ્રી નમિનાથના કહેવાથી હું