________________
૧૫૬ એક ક્ષણવારમાં, દેવતાઓના મનમાં પણ મેહ કરી દે તેવું અતિ શ્રેષ્ઠ એક વિમાન બનાવી રાજાની આગળ હાજર કર્યું ત્યારે પ્રદ્યુમ્નકુમાર પિતા કાલસંવરને પ્રણામ કરી તેની રજા લઈ તે વિમાનમાં બેઠે અને નારદમુનિ પણ તેની પડખે બેઠા. તે વિમાન ચાલતી વખતે ભૈરવપક્ષના તથા વાયસના શબ્દો થવા લાગ્યા, નીલપક્ષીઓ આમ તેમ ગમન કરવા લાગ્યાં ઇત્યાદિ શુભસૂચક શકુનો થયા. રસ્તામાં આવતા પર્વત, વૃ, મહા પ્રભાવવાળી અનેક ઔષધીઓ, ઉછળતા મોજાઓથી સુશોભિત ગંગા વિગેરે નદીઓ, વિવિધ દેશે, વિવિધ રાજધાનીઓ, મહાન પત્ત, વાપી, રૂપ, તડાગ, તીર્થરૂપ જળાશયે, અનેક જાતનાં પશુઓ તથા અનેક જાતનાં પક્ષીઓ ઈત્યાદિક જેવામાં આવ્યાં. તે સર્વેનાં નામ કહી કહીને મુનિએ કુમારને દેખાડ્યાં. આવી રીતે અનેક વસ્તુઓને દષ્ટિગોચર કરતા ચાલ્યા જાય છે તેવામાં કુમારને એક ઉત્તમ ગિરિ જોવામાં આવ્યું ત્યારે કુમારે મુનિને પૂછયું કે, “મહારાજ ! આ ક પર્વત છે? આને શું નામ છે, તે આપ કહે. ત્યારે નારદે કહ્યું કે, “વત્સ! આદિ તીર્થકરના ચૈત્યથી વિભૂષિત શત્રુંજય નામે આ ગિરિ છે. સિંહનું દર્શન થવાથી જેમ મૃગલાઓ પલાયન થઈ જાય છે તેમજ આ ગિરિના દર્શન થવાથી તે જ ક્ષણે સર્વ પાપને પ્રલય થાય છે. આની ઉપર અનેક મુનિજને સિદ્ધ થઈ ગયા છે અને અનેક સિદ્ધ થશે તથા વર્તમાનકાલમાં પણ સેંકડે મુનિઓ સિદ્ધ થાય છે. તેથી આ ગિરિ ખરેખર સિદ્ધક્ષેત્ર છે, માટે હે પુત્ર ! હમણું તે તને જવાની ઉતાવળ