________________
૧પપ તારા જે પરાક્રમી સોળ વર્ષનો પુત્ર છતાં જનની દુઃખી થાય તે પછી પુત્રવતી અને અપુત્રવતી સ્ત્રીમાં શે અંતર સમજ? સ્ત્રીઓને સપત્નીના સંકટથી થયેલું મહાદુઃખ વિદ્વાન પુરૂષેએ સેંકડે જીન્હાઓથી પણ કહી શકાય તેવું નથી, માટે આવી બાબતમાં જરાપણ વિલંબ કરે ઉચિત નથી; તેથી તું મારી સાથે આવવા હમણાં જ સત્વર તૈયાર થા. કારણ કે, જે ત્યાં વિવાહ થઈ જશે તે જવા કરતાં ન જવું તે જ શ્રેષ્ઠ છે એમ મારું માનવું છે તેથી જરા પણ વિલંબ ન કર.”
આવાં પ્રકારનાં મુનિનાં વચન શ્રવણ કરી ખરા તત્વના જાણુ થયેલા વિવેકી પ્રદ્યુમ્ન કુમારે કાલસંવર આગળ જઈ સર્વ વૃત્તાંત કહી જણાવ્યું. ત્યારે સર્વે દક્ષપુરૂષોની એક જ સંમતિ હોય છે. એ કહેવત પ્રમાણે તે કાલસંવર રાજા પણ વિચાર કરવામાં ચતુરાશય હોવાથી પોતાના ચિત્તમાં વિચાર કરી બોલ્યા કે, “બહુ સારૂં, વત્સ ! તું ખુશીથી જા અને માતાને દુઃખમાંથી મુક્ત કર; માતાનું દુઃખ ટાળવું એ જ સપુત્રને ધર્મ છે, માટે તું સપુત્રનું કર્તવ્ય કરી પુનઃ સત્વર અહીંયાં આવજે. આ સઘળું રાજ્ય તારૂં જ છે. અમારાથી અજ્ઞાનતાને લીધે બની ગયેલા આચરણનું નહીં સ્મરણ કરતાં માત્ર અમારા ઉપકારનું જ સ્મરણ કરજે.” આવી રીતે કુમારને શિક્ષણ આપી કાલસંવર રાજાએ પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું કે, “હે દેવી! અતિ ઉત્તમ એક વિમાન જલદી તૈયાર કર.”
દેવતાઓની શક્તિઓ અચિંત્ય હોય છે તેથી તે દેવતાએ