________________
૧૫૪ વળી સત્યભામા ઈષ્યને લીધે બેલી છે, જેને પુત્ર પ્રથમ તારી કન્યાને પરણે તેના વિવાહમાં નહીં પરણવા યોગ્ય થયેલા પુત્રવાળીએ પિતાના મસ્તકના કેશ ઉતારી આપવા, આવી રીતે આપણું બેની શરત છે. આ શરતમાં કૃષ્ણ, બલદેવ તથા દુર્યોધન રાજા સાક્ષી છે.”
આવી રીતે વિવાદ કરતી તે બે જણ પિતાને ઘેર ગઈ અને બોલતી થાકી ગઈ ત્યારે શાંત રહી. હે પ્રદ્યુમ્ન કુમારે ! પિતાની તેજથી સૂર્યના તેજની સ્પર્ધા કરનારા “ ભાનુ” નામે સત્યભામાના પુત્રને થોડા વખતમાં ઉદ્વાહ થનાર છે. જે હવે ભાનુકુમાર દુર્યોધન ભૂપની પુત્રીને પરણશે કે તે જ વખતે શરતને લીધે તારી માતાના કેશ ઉતારી આપવા આ ચિંતાને લીધે શુષ્ક બની ગયેલી તારી માતાને જોઈ હું પણ તેના દુઃખમાં ભાગ પડાવનારે થયે, કારણ કે રુકિમણુને મેં મારી પુત્રી તુલ્ય માની છે. એક દિવસે મહાદુઃખમાં આવી પડેલી તારી માતાએ મને કહ્યું કે, “હે દેવર્ષે કૃષ્ણની સાથે મારું પાણિગ્રહણ તમે જ કરાવેલું છે તેથી તમે જ મારા પિતા તુલ્ય છે અને હું તમારી પુત્રી તુલ્ય છું, માટે હે દયાના સમુદ્ર! હવે તે તમે મને દુઃખ રૂપ સમુદ્રમાંથી બહાર કાઢે અને વિજ્યાધગિરિ ઉપર જઈને તમે મારા વહાલા પુત્રને લઈ આવ. આવાં તારી માતાનાં દીન વચન સાંભળી મને દયા આવવાથી હું તને તેડવા આવેલું છું, માટે વત્સ, મારી સાથે તું ચાલ અને ત્યાં આવીને તારી માતાનું દુઃખ દૂર કર, કારણ કે, ગર્ભાદિક દુઃખને ધારણ કરનારી તારી ખરી જનની તે તે જ છે.