________________
૧૫૩ તેથી તેને રૂપ લાવણ્યાદિક ગર્વ ઉતારવા માટે હું વિદર્ભ દેશમાં આવેલી કુડિન નગરીના અધિપતિ ભીમરાજાને ઘેર ગયા, ત્યાં જાણે ઈંદ્રાણની ભગિની હોય નહીં શું, તેવી અપૂર્વ રૂપ સંપન્ન રુકિમણું નામે ભીષ્મરાજાની પુત્રી મેં દીઠી; પછી એક પટમાં તેને ચિત્રી મેં કૃષ્ણને બતાવી, ત્યારે તેના રૂપમાં મેહ પામેલા કૃષ્ણ, તે રૂકિમણને પરણ્યા ઇત્યાદિક એનું ચરિત્ર મોટું છે, આ તે મેં તને સંક્ષેપથી કહ્યું છે, જ્યારે તું તારા પિતાને ઘેર જઈશ ત્યારે, તું તારી મેળે જ સર્વ વૃત્તાંત જાણશ. તારા પિતાનું તથા તારા કાકાનું ચરિત્ર મહા આશ્ચર્યજનક છે.”
અન્ય સ્પર્ધા કરવી એ સ્ત્રીઓને જાતિ સ્વભાવ છે, તેને લીધે સત્યભામાની તારી માતા સાથે સ્પર્ધા અનુક્રમે પ્રતિદિન વધતી છે, એમ કરતાં કરતાં કેટલાક સમય વ્યતીત થયે ત્યારે તે બન્નેને ગર્ભ રહ્યો. એક દિવસે કોઈ કામ પ્રસંગને લીધે દુર્યોધન રાજા કૃષ્ણને ઘેર આવ્યા. ત્યારે સત્યભામા તથા રૂકિમણું એ બંને દુર્યોધન પાસે આવી; તેમાં પ્રથમ સત્યભામાં બેલી, “હે દુર્યોધન ! મારા પુત્ર વેરે તારે તારી પુત્રી આપવાની છે.” રૂકિમણુએ કહ્યું કે, દુર્યોધન ! મારો પુત્ર તારી પુત્રીને પરણશે.”
આવી રીતે બેનું માગું સાંભળી મહાસંકટમાં પડેલે દુર્યોધન રાજા, બુદ્ધિશાળી હોવાથી વિચાર કરી તે બેને સંતોષકારક વાક્ય છે કે, “તમારા બેમાંથી જેને પ્રથમ પુત્રને પ્રસવ થશે તેના પુત્રને મારી પુત્રી હું આપીશ, એમ હું તમારાથી બંધાઉં છું.”