________________
__ अथ अष्टमः सर्गः દૂરથી આવતા મુનિને જોઈ તરત ઉઠી સન્મુખ જઈ વિનયપૂર્વક પ્રદ્યુમ્નકુમારે મુનિને પ્રણામ કર્યા, ત્યારે ત્રષિએ આશિર્વાદ આપે કે, “બાળક ! લાંબા કાળથી થયેલા તારા વિગથી સંતાપ પામતા તારાં માતાપિતાની સાથે તારે સમાગમ તુરત થાઓ.” મુનિનું આવું આશીર્વચન સાંભળી કુમારે મુનિને કહ્યું કે, “હે મુનિરાજ, માતાપિતાના ઘરમાં જ રહેલા મને આ અનુચિત આશીર્વાદ કેમ આપે છે? મેં તમારી હુંશીયારી જાણી.” | મુનિ હસીને બેલ્યા, “પુત્ર ! શું તું હજી સુધી માતાપિતાને જાણતો નથી ? ત્યારે તું શું જાણીને હસે છે ? સાંભળ, વત્સ, કનકમાલા તથા કાલસંવર એ ખરી રીતે તારા માતાપિતા નથી પણ શ્રી દ્વારકાપુરીમાં નિવાસ કરનારાં રુકિમણું તથા કૃષ્ણ એ તારાં ખરાં માતાપિતા છે.”
મુનિરાજ, એ શી રીતે ?” એમ અતિ આશ્ચર્ય પૂર્વક કુમારે પૂછયું ત્યારે, શ્રી સીમંધર સ્વામીએ કહેલું વૃત્તાંત નારદમુનિએ કુમારને કહી સંભળાવ્યું. આમ નારદનું કહેલું વચન સાંભળી, કનકમાલાએ કહેલા, “તું મારે પુત્ર નથી અને હું તારી માતા નથી.” આવા વચનમાં કુમારને જે શંકા થઈ હતી તે શંકા આજે નિવૃત્ત થઈ
ફરીને મુનિ બેલ્યા, “વત્સ! મારું વચન સાંભળ; તારા પિતાની સત્યભામા નામે પત્ની છે. રૂપ લાવણ્યાદિકના ગર્વને લીધે તેણુએ એક સમયે મારું અપમાન કરેલું,