________________
તડાક તથા ઉપવનની શ્રેણિઓથી અતિ સુશોભિત લાગતી જેમાં ધનિક પુરૂષના ગૃહે ધન ધાન્ય મણિ કનકાદિક વસ્તુઓથી સંકીર્ણ થયેલા છે, જેમાં દુકાને કપૂર કસ્તૂરી કુંકુમાદિ સાર વસ્તુઓથી પરિપૂરિત છે. હેમકંદ તથા ઉત્તમ મુક્તાના સમૂહથી ભૂષિત શ્રીફળ, ઈલાયચી લવિંગાદિકના રાશિથી જેમાં ચતુઃ પથ લે છે. જેમાં રાજ્યમાર્ગો અતિ વિસ્તર્ણ છે તે પણ હસ્તિ અ રથાદિકના સંમર્દ થવાથી સંકીર્ણ થઈ જાણે આ પૃથ્વીમાં બીજી સ્વર્ગપુરી આવી હોય તેવી અતિ રમ્ય શ્રીદ્વારિકાપુરી છે. - પ્રતિવાસુદેવ જરાસંઘના જમાઈ કંસરાયને મારવાના વૈરને લીધે શત્રુથી અગમ્ય નગરીની પ્રાપ્તિ વિશે તિષિકને પૂછતાં તેણે જણાવ્યું કે તમારો ઉદય પશ્ચિમ દિશામાં થશે. એમ જાણ કરેલા અષ્ટમ તપથી અતિ પ્રસન્ન થયેલા સમુદ્રાધિષ્ઠાતા દેવે સમુદ્રને ખસેડી જેને ભૂમિ અર્પણ કરી છે, ઇંદ્રના આદેશથી કુબેરે જેને નગરીની રચના કરી આપી છે, પ્રતિવાસુદેવ જરાસંઘને વધ કરવાથી પ્રાપ્ત થયેલ ત્રિખંડને ભોગવતા કોટિ કોટિ યાદથી પરિવૃત અનુપમ અદ્ધિને ભોગવતા શ્રીનેમિનાથ બળદેવાદિ બ્રાતાના સૌહાર્દથી ભિત સમુદ્રવિજ્યાદિક ભૂપોને વિનય જાળવનાર નીતિ પ્રમાણે ચાલનાર વસુદેવને પુત્ર શ્રીકૃષ્ણ તે શ્રીદ્વારિકામાં રાજા છે.
પૂર્ણ ઇંદુ સમાન મુખવાળી નીલકમલ સદશ લેચનવાળી શુકની ચંચુ સમાન નાસિકાવાળી પ્રફુલ્લિત રક્ત કમલ સમાન જેને અધરોષ્ઠ છે. જેને શ્વાસોશ્વાસ પ્રકુલ્લિત અરવિંદની સુગંધ સમાન છે. દાડિમની કળીએ સમાન દાંતથી અતિ