________________
૧૫૦
કહેવા ઉપર પ્રતીતિ ન આવતી હોય તે તમે ત્યાં જાઓ અને તમારી સ્ત્રીની છાતી તપાસી જુઓ કે, પિતાના નખના ઉઝરડા છે કે નહીં. આ માયા રચવાનું કારણ એ છે કે, મેં તેણીના કહેવા મુજબ ન કર્યું તેથી મને મારવાના ઉદ્દેશથી કનકમાલાએ આ સર્વ પ્રપંચ રચેલે છે,
મહા બુદ્ધિશાળી કાલસંવર રાજા એકદમ પિતાની સ્ત્રી પાસે ગયે, જઈને તેણીના ઉરસ્થલ ઉપર તપાસ કરતાં કનકમાલાએ પોતે જ કરેલા નખના ઉઝરડા જોવામાં આવ્યા, તે જોઈને કુમારના સર્વ વચન પર રાજાને સંપૂર્ણ પ્રતીતિ થઈ. ત્યાંથી પાછા આવી કાલસંવર પશ્ચાત્તાપ થવાથી કુમારને કહે છે, “કુમાર ! મારાથી વિચાર વગર બની ગયેલા મારા અપરાધને ક્ષમા કર. તું તે ખરેખર સત્યવક્તા પુરૂષમાં અગ્રણી છે તથા ચેગિની માફક અખંડ શીલ જાળવી રાખનાર છે. મારી સ્ત્રી તે નિરંતર વ્યભિચારિણી છે અને તેથી જ અસત્ય બોલનારી છે.”
કાલસંવર રાજા આમ કહીને કુમારને હાથ પકડી શાંત કરે છે કે, “તું મારા ઘરમાં આવી નિર્ભયપણે રહે, તારે કઈ જાતની ફિકર રાખવી નહીં, કારણ કે તું મને મારા પ્રાણ કરતાં અધિક વહૃભ છે,” ઈત્યાદિક વચનો કહી આગ્રહ કરી ખેચરેશ કાલસંવર રાજા કુમારને પિતાને ઘેર લઈ ગયે. કુમારે વિચાર કર્યો કે, મારે આના ઘરમાં કેમ રહેવું, કારણ કે માતાની સાથે વૈર છે, અને પિતા તેને આધીન છે. તે સર્પવાળા ઘરની પેઠે અહિંયાં રહેવું તે મને ખરેખર યોગ્ય લાગતું નથી. આમ ચિંતાતુર થયેલા કુમાર