________________
૧૪૮ માર્યા. કુમારે મારા પુત્રોને મારી નાખ્યા, આ વાત સાંભળી મહા કોપાયમાન થયેલે ખેચરને અધિપતિ કાલસંવર રાજા પણ કુમારની સન્મુખ આવી ઉભે રહ્યો અને ભયાનક સંગ્રામ કરવા લાગ્યા. પ્રદ્યુમ્નકુમારે કનકમાલા પાસેથી મેળવેલી બે વિદ્યાઓની શક્તિથી અનેક શસ્ત્રો કલ્પી કાલ સમાન દુર્ધર કાલસંવર રાજાને પણ ક્ષણવારમાં જીતી લીધે અને પિતે ફતેહ મેળવી.
પ્રદ્યુમનકુમારનું આવું અવર્ણનીય સિંહસમાન પરાક્રમ જેઈ કાલસંવરને હૃદયમાં આશ્ચર્ય થયું કે, જેનું કુળ તથા જાતિ અતિ શુદ્ધ છે તથા નિર્મળવંશમાં જન્મેલા મહા પવિત્ર આ કુમારમાં કઈ જાતને માતૃભેગની પૃહાદિકને સંભવ ઘટતા નથી, કારણ કે, માતૃભેગાદિની વાંછા કરનારા પુરૂષને વિષે એક ક્ષણ પણ વિદ્યાએ રહેતી નથી અર્થાત્ તે જ ક્ષણે વિદ્યાઓ નાશ પામે છે, જેમ મૃત્તિકાના પાત્રમાં સિંહણનું દૂધ ચિરકાલ સુધી રહી શકતું નથી.
આવી રીતે પૂર્વાપર દીર્ઘ વિચાર કરવામાં મહા ચતુર કાલસંવર રાજાને જાણ, પિતૃવધજન્ય પાપથી ભીરૂ પ્રદ્યુમ્નકમારે કર જોડી પિતાને કહ્યું, “હે રાજન ! તમારા કુળમાં જન્મેલા, વિચાર કરવામાં ચતુર આશયવાળા મારામાં આવું નીચ કૃત્ય ઘટે કે નહીં આ વાતને પિતાના અંતઃકરણમાં પૂરતે વિચાર તમારે કરવું જોઈએ, પણ કેઈને કહેવા ઉપર લક્ષ દઈ ફેકટ મારી સાથે તમે યુદ્ધ ન કરો, કારણ કે, લાંબે વિચાર કર્યા વગર કરવામાં આવેલું કાર્ય ભવિષ્યકાળમાં પશ્ચાત્તાપને પાત્ર થાય છે. કહ્યું છે કે –