________________
૧૪૭
દુષ્ટબુદ્ધિ જીવવા જ ન પામે.” આમ વિચાર કરી અતિ તુચ્છ બુદ્ધિની તે કનકમાતા પિતાના નખ વતી છાતીમાં રૂધિર કાઢીને એવી ચીસે તથા રાડે નાખવા લાગી કે, જેને લઈને એક ક્ષણમાં સર્વ પરિજને દોડી આવ્યાં તથા તેણીના શેકના દીકરાઓ પણ હાથમાં વિવિધ શસ્ત્રો લઈ એકદમ દોડી આવ્યાં. “અરે શું છે?” એમ પૂછતાં સર્વ લોકેએ કનકમાલાને ઘેરી લીધી ત્યારે મહા માયાવી કનકમાલા રેતી રેતી ગળગળા સ્વરથી બેલી, “અરે પુત્રો ! ખરી રીતે તો તમારે ભ્રાતા નહિ, પણ ભ્રાતા કહેવાતા, યૌવનને લીધે ઉન્મત્ત થયેલા એ પાપી પ્રદ્યુમ્નકુમારે મારી સાથે ભેગ ભેગવવાની ઈચ્છાથી આવું નિધ કર્મ કર્યું, જે કે મેં તે સતીપણાને લીધે તે પાપીની પ્રાર્થનાની ના કહી, છતાં પણ તેણે મારી ઉપર બળાત્કાર કર્યો, છાતીમાં રૂધિર નીકળે છે તે તેને પુરાવે છે.”
માતાના મુખથી આ વાત સાંભળી કુમારને મારવાનો આ સમય છે એમ ધારી વજમુખાદિક બાળકે હાથમાં શસ્ત્રો લઈ ત્યાં ગયા કે જ્યાં પ્રદ્યુમ્નકુમાર સુખેથી હસતે બેઠે હતા. જતાં વેંત જ વાક્પ્રહાર કરવા લાગ્યા કે, “અરેરે ! નીચ! માતાની સાથે આવું નીચ કર્મ શું કર્યું? આ મહાપાપ કર્મનું ફળ તું હમણાં જ ભેગવ.” આમ કહીને કુમારની ઉપર અત્યંત પ્રહાર કર્યો, પરંતુ પત્થર ઉપર થયેલા પ્રહારની માફક કુમાર ઉપર થયેલા સર્વ પ્રહાર નિષ્ફળ થયા. મહા કેધ પામેલા, સિહસમાન પરાક્રમી એકલા કુમારે જ મૃગસમાન નિર્બળ કાલસંવર રાજાના પુત્રોને