SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ માટે તમે પોતે સ્વમુખથી કહેલું વચન પાળવું એ તમારી ફરજ છે.” ત્યારે રુકિમણીપુત્ર પ્રદ્યુમ્ને કહ્યું, “માતુશ્રી, ખરું કહું તે તે તમે જ મારી માતા છે, કારણ કે, જ્યારથી હું જન્મેલે ત્યારથી તમે જ મને પાલનપોષણ કરી ઉછેરેલે છે, અને વળી તમે મારી માતા થાઓ છે, એ વાત જગતમાં પ્રખ્યાત છે; બીજુ વળી હમણું તમે મને બે વિદ્યા ભણાવી તેથી તમે મારા ગુરૂ–આચાર્ય થાઓ છે; આવા મોટા બે સંબંધને લઈને હું તે નીચ કૃત્ય નહીં કરું અને ઉત્તમ વંશમાં જન્મેલા તમારે પણ ફરીથી મને ન કહેવા યોગ્ય આવાં વચન ન કહેવાં. આ લેકમાં સકળ જગતને ધિક્કારવા ગ્ય તે કર્મ મારાથી શી રીતે બની શકે? ખરેખર, તેવું કૃત્ય તે પરલેકમાં લાંબા વખત સુધી નરકની ગતિ આપનારું છે. આ ઉપરથી તમારે મને મિથ્યાવાદિ ન કહે, કારણ કે તમારી પાસેથી વિદ્યા લેતી વખતે મેં તમને કહ્યું છે કે, જે ઉચિત હશે તે તમારું વચન પાળીશ.” માટે મને આ કૃત્ય ઉચિત ન હોવાથી હું તે કર્મ કરતું નથી.” બુદ્ધિશાળી પુરૂષે પાપકર્મ કરવામાં કાલક્ષેપ કરે” એ ન્યાયને અનુસરતે કુમાર આટલું કહી સત્વર ત્યાંથી ઉઠી નીકળી ગયા. - કુમાર એકદમ ઉઠી ચાલતે થયે ત્યારે નિરાશ થયેલી કનકમાલાએ વિચાર કર્યો કે, “હાય! હાય! આ તે નીચ મને છેતરી મારી પાસેથી બે વિદ્યા લઈ ચાલતા થયે, પણ ફિકર નહીં, હું એક એવું તેફાન રહ્યું કે જેથી તે
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy