________________
૧૪પ તેવાં વા જેવાં કઠેર, આવાં અપ્રિય વચન સાંભળી ક્ષણ વાર તે મૌન બની ગયે. શેડો વખત દીર્ઘ વિચાર કરી ધીમેથી બોલ્યો કે, “આપે જે વાત કહી તે વાત સાંભળી, પણ એ વાતને વિચાર કરીને મારા કુળને દીપાવનારૂં યોગ્ય કાર્ય હશે તો હું પછી કરીશ અને હાલ તે મને તમે એ બે વિદ્યાઓ આપે એટલે તેને અનુભવ લઈ જેઉં.”
આવી રીતે પુત્રના વાકયે સાંભળી કેવળ સ્વાર્થ સાધવામાં જ મગરૂર થયેલી કનકમાલાએ “ભવિષ્યકાલમાં મારી ઈચ્છા પાર પડશે.” એમ ધારી કુમારને તે બે વિદ્યાઓ આપી.
“વિષ્ટામાં પડેલું પણ રત્ન અવશ્ય ગ્રહણ કરી લેવું” એ ન્યાયને અનુસરી કુમારે પણ તે વિદ્યા તેની પાસેથી સ્વીકારી લીધી; તેને સારૂં લગાડવા માટે કુમારે કહ્યું, “તમે આપેલી બે વિદ્યાની સાધન ક્રિયા સિદ્ધ થયા પછી મને જેમ ઉચિત લાગશે તેમ હું તમારું વચન પાળીશ, જરા પણ સંશય રાખ નહીં, હું પણ તમારી પેઠે તમારી ઉપર પ્રેમી થયે છું.”
આવાં સુધા સમાન મધુર વચનોથી તેને શાંત પાડી કુમારે એક ક્ષણવારમાં બે વિદ્યાઓ સાધી સિદ્ધ કરી; કારણ કે ભાગ્યશાળી પુરૂષને વિદ્યા મંત્રાદિક સિદ્ધ થવામાં જરા પણ વિલંબ લાગતું નથી. વિદ્યા સિદ્ધ થયા પછી વિચાર વગરની કનકમાલા બેલી કે, “હવે તમે તમારું વચન પાળી મારી કામના પૂર્ણ કરે. કારણ કે, સજજન પુરૂષે કહેલું વચન, પથ્થરમાં કોતરેલા લેખ માફક થવું જોઈએ, ૧૦