________________
રાજાની સાથે જે દિવસે મારે વિવાહ થવાને હતો તે જ દિવસે કાલસંવર રાજાએ પત્નીના પ્રેમને લીધે મને પ્રજ્ઞપ્તિકા નામની વિદ્યા આપેલી છે. તે બે વિદ્યાના સામઐથી મને છેડી ખેચરાધીશ કાલસંવર રાજા બીજી કોઈપણ કામિનીને ઇચ્છતો નથી, કારણ કે માલતીના ગુણ જાણનાર મધુકર માલતીને છોડી ઇતર કુસુમને ઈચ્છતો નથી. તું તારા કૃત્રિમ પિતાથી તથા ભ્રાતૃવર્ગથી જરા પણ ભય રાખીશ. નહીં. મને જે તૃપ્ત કરીશ તે તને મારી પાસેથી તે બે વિદ્યા મળશે, જેને લઈ તારે સર્વ લેકમાં વિજય થશે, જે તું મારી ઈચ્છાઓ પૂર્ણ કરીશ તે હું તને સર્વ વિદ્યાએમાં શિરમણિ સમાન બે મહા વિદ્યા આપીશ, જે વિદ્યા સાધવાથી આ ત્રણે વિશ્વમાં ક્યાંય પણ તું પરાજય પામીશ નહીં, તથા મહા બળવાન વિદ્યારે પણ તને જીતી નહીં શકે. ખરેખર, તારે તે તારા આત્માને અતિ ભાગ્યશાળી જ માનવે જોઈએ, કારણ કે હું કેઈને નહીં ભજનારી, તે હું પિતે પ્રીતિ–પ્રેમ-નેહ તથા ખરા દીલથી બે વિદ્યા રૂપ સમૃદ્ધિ આપી તને ભજવા ચાહું છું, માટે સર્વ શંકાઓ દૂર કરી બેધડકથી આનંદપૂર્વક દઢ આલિંગન કરી તું મને ભજ. એમ કરવાથી આપણે બેઉની પરસ્પર પ્રેમ વૃદ્ધિ ચિરકાલ સુધી જારી રહેશે, અને આમાં તારું હિત સમાયેલું છે. આવાં કાર્યમાં વિલંબ કરે મને ઉચિત લાગતું નથી. હવે હું બોલતી બંધ પડું છું.” સપુરૂષમાં અગ્રણ, ધીરશિરેમણિ, શુદ્ધવંશમાં જન્મેલો, સતીપુત્ર શ્રી પ્રદ્યુમ્ન કંઈ દિવસ પણ કાને નહીં પડેલાં, તથા નહીં સાંભળી શકાય