________________
૧૪૩
પિતા નથી અને તે તેને પુત્ર નથી.” “ત્યારે હું અહીં
ક્યાંથી આવ્યો ?” આમ શંકા તને થાય તેટલા માટે હું કહું છું. એક દિવસે કાલસંવર રાજા ગામ બહાર ફરવા ગયેલ, તે ફરતાં ફરતાં એક શિલા ઉપર સુતેલે તને જે. જોતાં વેંત જ રાજાએ ત્યાંથી તેને ઉપાડી ગામમાં આવી પિષણ કરવા માટે તને મારા હાથમાં સેં; ત્યારથી મેં તને પાળી પિષી માટે કર્યો અને હવે તું પ્રમદા જનના હદયને મેહિત કરનાર યૌવન પામ્યો છે તેથી આમ્રવૃક્ષની ઉપમા યોગ્ય તારા ભેગને હું કઈ દિવસ પણ ન પામું અને કુલટા સમાન અન્ય પ્રમદા તારા ભેગને પામે, એ જોઈને મારા મનમાં કેમ ખેદ ન થાય? કહે, તારી રૂપ સંપત્તિ જોઈ મને અત્યંત પ્રતિદિન કામ પડે છે. આમાં કહેવાનું છે એટલું જ છે કે, જે તું તારૂં તથા મારૂં કલ્યાણ ઈચ્છતા હો તે તું મારી લાંબા વખતની ઈચ્છા પૂર્ણ કર અર્થાત્ મારી સાથે તું એક વાર ભેગ ભેગવ. દઢ આલિંગન દઈ વિયોગજન્ય વ્યથાને દૂર કર. તેની સાથે એક બીજું પણ કહેવાનું તે હું કહું છું, સાંભળ.”
“આ મહી ઉપર ઉત્તર દિશામાં અનલપુર નામે એક પુર છે; તે પુરમાં ગૌરીવંશ રૂપ મહાસાગરને આહાદિત કરવામાં ચંદ્ર સમાન નિષધ નામે અતિ પ્રખ્યાત રાજા છે; તે મહાન રાજાની હું માનીતી પુત્રી છું અને મહા પરાક્રમી નૈષેધી એ નામથી પ્રખ્યાત પુત્ર છે. મારા પિતાને મારી ઉપર અતિ પ્રેમ હતો તેથી મારા વિવાહની પહેલાં મારા પિતાએ ગૌરી નામની મહા વિદ્યા મને આપી છે. કાલસંવર