________________
૧૪૨
હતા, તેને આમ્રફળ ખાવાની ઇચ્છા થઈ ત્યારે તેણે ઉપવનમાં એક ઉત્તમ આમ્રવૃક્ષ વાવ્યું, તેને ઉછેરી મોટું કરવા સારૂ તે પુરૂષ પોતે પાણીના ભરેલા ઘડાએથી તે વૃક્ષને પાણી પીવરાવતા અને ભવિષ્યકાળમાં સ્વેચ્છા મુજબ ભેગ લેવાની ઇચ્છાથી અહિનેશ તેનું પાષણ કરતા; શીત કાળમાં પણ વિવિધ ઉપચારથી તેની રક્ષા કરતા. એમ કરતાં કરતાં તે વૃક્ષ માટું થયું અને કેટલેક કાળે તેમાં ફળે આવ્યાં અને તે ફળે અતિ પરિપકવ થયાં છતાં પણુ, જેણે એ વૃક્ષ વાવેલું અને જેને માટે અનેક સકટ જેને વેઠવાં પડ્યાં હતાં તે પુરૂષ તે આમ્રવૃક્ષના ફળને કશે પણ ઉપભાગ લઈ શકયા નહીં અને અન્ય જનાએ પાતાની કામના પ્રમાણે અહર્નિશ તે આમ્રવૃક્ષનાં ફળના ઉપભેાગ લીધેા. કુમાર ! તું બુદ્ધિમાન છે તે વિચારીને કહે કે તે પુરૂષને કેટલું
દુઃખ થાય ?”
આમ પૂછ્યું ત્યારે કૃષ્ણ પુત્રે કહ્યું, “જનની ! આમાં શું પૂછ્યું ? એ તે સવ" લેાક જાણે છે કે તેવા પુરૂષને મહા દુ:ખ થાય, એમાં શું? પણુ માતુશ્રી ! હું પૂછું છું કે, તમે આ દૃષ્ટાંત આપી શુ કહેવા માગેા છે તે હુ હજી સુધી સમયા નથી, તે આપ કૃપા કરી હું સમજું તેમ સ્પષ્ટ રીતે જે કહેવાનું હોય તે કહેા.”
ત્યારે માટા નિશ્વાસ મૂકી કનકમાલા મેલી, સાંભળ, કુમાર ! તારી પોતાની હકીકત કહી સસ્તંભળાવું છું. ખરી રીતે પૂછતા હો તે હું તારી મુખ્ય જનેતા નથી, અને તું મારા ખરી રીતે પુત્ર પણ નથી. કાલસંવર રાજા તારા