SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ (હાસ્ય)વાળા, કર્ણ સુધી પહેાંચેલાં દ્વીધ નેત્રવાળા, ફુલેલ પુષ્ટ ગાલવાળા, તાંબૂલની સુગધરૂપ વૃષ્ટિને વરસાવનારા સુખ કમલવાળા, સુવર્ણની માળાથી કંઠને શૈાભાવનાર, પરિઘસમાન બાહુવાળા, પ્રમદાજનાના થૈ નેક...પાવી દે તેવા અનુપમ રૂપ લાવણ્યાદિકને ધારણ કરનારા પ્રદ્યુમ્નકુમારને જોઈ કનકમાલા તત્ક્ષણે જ કામાતુર થઈ અને તેના ચિત્તમાં કામ સંબંધી અનેક તરેહના વિચાર રૂપી લહેરા ઉછળવા લાગી, જેમકે, “મેં આ કુમાર જન્મથી આરભીને પાલન કરેલા, અનેક તરેહના લાડ લડાવેલેા, ખવરાવી પીવ રાવી મેટો કરેલા છે. આ સમયે યુવાન થયેલા તે કુમારની સાથે જો કદી હું ભાગ ન લેાગવું તે તે મારે આ ઉછળતું મારૂ યૌવન વૃથા જ ગયું. સમજવું જોઈ એ તથા રાજ્ય સપત્તિ અને સમગ્રકલાએ પણ વ્ય ગયેલી જાણવી જોઈએ. જ્યાં સુધી તે કુમાર મારા અધરનું પાન ન કરે અને હું તેના અધરનું પાન ન કરૂં, જ્યાં સુધી આલિંગનપૂર્વક અન્યાન્યનું વક્ષસ્થલ ભીંસાયેલું નથી તથા પરસ્પર મુખકમલનું તથા નેત્રનું' ચુંઅન કરીને અને ઉત્કટ મૈથુન સેવીને જરાપણુ અંતર વગર જ્યાં સુધી ન સુવાય ત્યાં સુધી અરણ્યમાં રહેલા પુષ્પની પેઠે મારૂં સ જીવિત વૃથા જ છે, સથા નકામું જ છે.” આવી રીતે નમાલા કૃપણુ માણસની પાસેથી ધન ગ્રહણ કરવાની ઇચ્છાની માફક અઘટિત વિચારો કરવા લાગી. પ્રધુમ્નકુમાર તે ક્ષણવાર પછી ત્યાંથી ઉઠી પેાતાના મહેલમાં ચાલ્યા ગયા. કુમાર ગયા કે તરત જ કનકમાલા
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy