________________
૧૦૮ નિરહંકારપણે સવિનય નમ્રતાપૂર્વક સર્વ હકીકત કહી જણાવી અને સેળ લાભમાં મળેલી સકલ વસ્તુઓ બતાવી. પછી કર સંપુટ કરી બેલ્યો કે, “જે કંઈ મને મળ્યું છે તે સઘળે આપને જ પ્રતાપ છે, મારામાં કાંઈ તેવી શક્તિ નથી.” - પુણ્યશાળી પિતાને પુત્ર પ્રદ્યુમ્નકુમારનું અતિશય ભાગ્ય જોઈ વિદ્યાધરોને અધિપતિ કાલસંવર ભૂપતિ પરમ આનંદ સમુદ્રમાં મગ્ન થયો. ક્ષણવાર પિતાની પાસે બેસી, પિતાની માતાના ચરણનું અભિવંદન કરવા સારૂ પિતાની રજા લઈ ત્યાંથી ઉડ્યો. પિતાની માતા આગળ જઈને મસ્તક નમાવી કુમારે પ્રણામ કર્યા ત્યારે તેની માતાએ આસન આપ્યું તેની ઉપર બેઠે; તેની આગળ પણ સકલ વાર્તા જણાવી. તે સાંભળી કનકમાલ ઘણો આનંદ પામી.
બની ગયેલી વાત પુનઃ કહેવા આરંભીએ ત્યારે તે વાત તક્ષણ બનેલી માલુમ થાય છે અને વક્તાને તથા તાજનોને તે જ આનંદ આપે છે.
અતિ રાજી થતી કનકમાલાએ માદક દ્રવ્ય મિશ્રિત મોદકાદિક ઉત્તમ ભક્ષ્ય પદાર્થો ખવરાવ્યા અને પછીથી પંચગંધ સમન્વિત તાંબૂલ ખવરાવ્યું તથા કુમારના સઘળા શરીરમાં કસ્તુરી આદિ સુગંધિ દ્રવ્યથી બનાવેલ અંગરાગનું લેપન કર્યું | સર્વ અંગેમાં સૌભાગ્યવાન, મણિજડિત મુગુટથી વિરાજતા, અષ્ટમીના ચંદ્ર સમાન વિસ્તીર્ણ ભાલવાળા, કાનમાં પહેરેલા આમ તેમ ડેલતા કુંડલેથી સુશોભિત, હેમકંદ સમાન લાલ ઓષ્ઠવાળા, ચંદ્રની કાંતિ સમાન સ્મિત