________________
૧૩૭ કેઈ એક બાળા બોલી ઉઠી કે, આ નારીનું મુખ તે ચંદ્ર જ છે, નેત્ર તે કમલ જ છે, અધર તે વિદ્યુમ (પરવાળા) છે, આની દંતપંક્તિ તો કુંદ (ઓલર) પુષ્પની માળા જ છે; નાસિકા તે શુકની ચંચુ સમાન છે; સ્મિત તો ચંદ્ર ગલિકા જ છે; ત્રણ રેખાથી સુશોભિત કંઠ તે શંખજ છે, વાણી તે સુધારસ જ છે, બે સ્તન તે બે ચક્રવાક પક્ષિ જ છે તથા આની કટીને ભાગ તે સિંહને જ જોવામાં આવે છે, તેથી આ જગતમાં જે જે ઉત્તમ વસ્તુઓ જેવામાં આવે છે તે તે વસ્તુઓ આ અબલાએ નક્કી કરી લીધેલ છે.
કોઈ એક પ્રમદા બેલી કે, બહેન ! મને તે તમારા કરતાં વિપરીત જોવામાં આવે છે. જુઓ, આ સ્ત્રીનું મુખ પ્રવ્ર સમાન છે, અધર બિબફળ સમાન છે, નયન શ્યામ કમલ સદશ છે, આ બે ગાલ તે નારંગીના જેવા જ દેખાય છે, આને સ્તન તે દાડિમના આકારના છે, આ તે. ખરેખર કોઈ એક વિચિત્રતા દર્શાવનારી લતા છે, કે જેમાં જુદી જુદી જાતનાં પુપિ અને જુદી જુદી જાતનાં ફળે રહેલાં છે; અન્યોન્ય મુખનું પાન કરતાં આ સ્ત્રી પુરૂષનું સંસારનું સુખ અનિર્વચનીય છે.
આવી રીતે નગરવાસી સ્ત્રીઓની વાણી સાંભળી હર્ષ પામતા પ્રદ્યુમ્નકુમાર અનુકમે કાલસંવર નામના પિતાની સભામાં આવતાં દૂરથી જ પ્રણામ કરતે પાસે આવી પિતાના ચરણમાં મસ્તક નમાવી બહુ જ હર્ષ પામ્યો. કાલસંવર રાજાએ તેની પીઠ પર હાથ ફેરવી પ્રેમપૂર્વક કુમારને સળ લાભ સંબંધી સર્વ હકીકત પૂછી. પ્રદ્યુમ્નકુમારે પણ