________________
૧૩૬
મળ્યા. પ્રદ્યુમ્નકુમારે તેની આગળ પંદરમાં તથા સેળમાં લાભની વાત કહી બતાવી.
આવી રીતે વજમુખાદિક બાળકેએ કુમારને મારવા માટે ઘણા ઉપાયો કર્યા પણ નિર્ભાગ્ય હોવાથી સર્વ ઉપાયો નિષ્ફળ થયા. ધારેલું કાર્ય સિદ્ધ ન થવાથી ખિન્ન થયેલા તે બાળકેએ પ્રઘુનકુમારની સાથે શ્રી મેઘકૂટપુરમાં પ્રવેશ
કર્યો.
રતિ નામની સ્ત્રી સહિત ચાલ્યા આવતા કુમારને જેવા માટે અનેક સ્ત્રીઓ માર્ગમાં મળી કેટલીક તે ગેખમાં { ઉભીને જોવા લાગી. તેમાંથી કેઈ સ્ત્રી નજીક ઉભેલી સ્ત્રીને કહે છે કે, આ સ્ત્રીને ધન્યવાદ આપ જોઈએ કે, જેણીને આવે અતિ ઉત્તમ ભવ્યાકૃતિ પતિ મળ્યો છે. કોઈ કહે છે કે, આ કુમારને ધન્ય છે કે જેને આવું શ્રેષ્ઠ અમૂલ્ય સ્ત્રી રત્ન મળ્યું છે. આ સ્ત્રીને ખરેખર બ્રહ્માએ પોતાના હાથ વતી બનાવી નથી પણ કેવલ યંત્રથી બનાવેલી છે. કારણ કે, જે વસ્તુ હાથથી બનાવેલી હોય છે તે તે મલીન જોવામાં આવે છે.
કોઈ એક સ્ત્રી કહે છે કે, હે બાળાઓ! હું પણ એક મારે વિચાર દર્શાવું છું તે સાંભળો. બ્રહ્માએ આ બાળકને અતિ ઉત્તમ પરમાણુઓથી બનાવેલ છે, અને તેમાંથી અવશેષ રહેલા કેટલાએક પરમાણુઓથી આ કૃશાંગીને બનાવેલી છે. તેની સાબિતીમાં આ સ્ત્રીની નિગ્ન નાભિ છે. આ સ્ત્રીને બનાવતાં બનાવતાં તેવા પરમાણુઓ ખુટી જવાથી નાભિને ભાગ ઉડે રહી ગયે છે.