________________
૧૩૫
વિદ્યાધર તે જ ક્ષણે ત્યાં આવીને પોતાની પુત્રીને પ્રદ્યુમ્ન કુમારની સાથે ઉદ્દાહ કરી પેાતાના મનમાં અતિ આનંદ પામ્યો. અમૂલ્ય પુત્રીરૂપી રત્નની સાથે બીજા પણ અમૂલ્ય રત્ના તથા અશ્વ ગાર્દિક ઉત્તમ વસ્તુઓ કુમારને અપણુ કરી. પ્રદ્યુમ્નકુમાર ત્યાં કેટલાએક દિવસેા રહીને રતિની સાથે ભાગ સોંપત્તિ ભાગવવા લાગ્યા. કારણ કે, ભાગ સ`પત્તિ જ ઉદ્બાહરૂપ કલ્પવૃક્ષનું રસાલ ફળ છે. ઘણાક દિવસા વ્યતીત થયા પછી પ્રદ્યુમ્નકુમાર પોતાના શ્વસુરની રજા લઈને પંદરમા લાભમાં પ્રાપ્ત થયેલી રતિ નામની ભાર્યોની સગાથે રથમાં બેસી મહા સમૃદ્ધિ સહિત ચાલતા થયા. લાભ ૧૬ મા
રસ્તામાં સન્મુખ ચાલ્યા આવતા શક્ય નામે એક વિદ્યાધરે આદિત્ય સમાન તેજસ્વી તે કુમારને જોઈ હૃદયમાં પ્રમુદ્રિત થતા થતા તેના ચરણમાં મસ્તક નમાવ્યુ. અને એક કામધેનુ તથા પુષ્પક નામે એક રથ કુમારને આપી સંતુષ્ટ થયો. સજ્જને ! આ કેવું આશ્ચય જેવું છે કે જે, આ જગતમાં પૂજ્ય પુરૂષોની પૂજા સત્કાર કરવામાં તત્પર ઘણાં લેાકેા જોવામાં આવે છે જેમ કે, કૃષ્ણની ઉપર પ્રસન્ન થઈને સમુદ્રે કૃષ્ણને લક્ષ્મી આપી અને રૂદ્રને તેા મહાકાલકૂટ
વિષ આપ્યું.
પછીથી શકય વિદ્યાધર કુમારની રજા લઈ વિદાય થયે ત્યારે મેઘથી મુક્ત થયેલા રવિની માફક પણ તે વનની બહાર નીકળ્યો. ચાલ્યા આવતા કુમારને જોઈ શ્યામ મુખ જેનાં થઈ ગયાં છે તેવા વજ્રમુખાક્રિક ખાળકા આવી છલથી