________________
- ૧૩૪ થતી નથી એમ વિશ્વાસ હેવાથી તે વિદ્યાધર રાજા સ્વપુત્રીના પતિ વિષે નિશ્ચિત થયે. તે વિદ્યાધરની રતિ નામની પુત્રીને આ વાતની ખબર પડતાં તે જ પતિની પ્રાપ્તિ માટે આ શિલા પર બેસી કેવલ તે જ પતિનું ચિતવન કરતી તથા એક તેના નામનો જ જપ કરતી નિરંતર તીવ્ર તપ કરે છે, અને સતી સ્ત્રીઓમાં રત્ન સમાન આ સ્ત્રી પોતાના પતિની રાહ જોતી અહિંયાં જ બેઠી છે. હું ધારું છું કે, તેણીને કઈ પુણ્ય પ્રભાવથી પ્રેરાયેલા તમે મુનિને કહેવા પ્રમાણે સર્વ લક્ષણેથી પરિપૂર્ણ અંગવાળા અહિંયાં આવેલા જણાઓ છે. હે મહારાજ ! હું તે એમ જ માનું છું કે, આપ નર રત્ન છે તેથી સુવર્ણ અને મણિના યોગની પેઠે તમારા બંનેને વેગ અતિ પ્રશંસનીય-ઉચિત છે.”
મદનથી આતુર થયેલા મદને વસંત નામના વિદ્યાધરને કહ્યું કે, “આપે કહેલી સર્વ હકીકત હું કબુલ કરૂં છું પણ સુવર્ણની સાથે વેગ કરવામાં જેમ મણિને લાખની જરૂર પડે છે તેમજ આ કાર્યમાં અમારા બંનેને સંગ કરાવનાર લાક્ષારૂપ તમારી જરૂર છે; ત્રીજા ઘણી વગર એ કાર્ય સિદ્ધ થવું સુદુષ્કર છે, માટે આ કાર્યમાં યોગ્ય પેજના તમારે કરવી જોઈએ.”
પ્રદ્યુમ્નના હર્ષજનક આવાં વચન શ્રવણ કરી હર્ષિત થયેલા વસંત વિદ્યાધરે, રતિના પિતા વાયુવેગની આગળ જઈને સર્વ હકીકત કહી જણાવી. આ વાત સાંભળતાં જ વિદ્યાધર અતિ આનંદ પામે, કારણ કે તેવા અનુપમ જમાઈની પ્રાપ્તિ થવાથી કે પુરૂષ પ્રમુદિત ન થાય ! વાયુવેગ
ના ચોગની આ
કહ્યું કે નથી આતુર થયેલા પ્રશસનીય