________________
૧૩૩
સમાન રમણીય યૌવન અવસ્થાને પામી”
“એક દિવસે વાયુવેગ વિદ્યાધરના ઘરે એક મુનિરાજ આવ્યા. વિદ્યાધરે ઘણા જ માનપૂર્વક આસન ઉપર બેસાડી વસ્ત્ર, અન્ન પાનાદિક આપી સત્કાર કરી વિનયપૂર્વક કર જોડી મુનિને પૂછ્યું, “હે સ્વામિન્ ! આપ કૃપા કરી કહા કે મારી પુત્રીરૂપી રત્નના ઉપભેાકતા વરરૂપી રત્ન કાણુ થશે ? આ પ્રમાણે વિદ્યાધરનાં વચન સાંભળી મહાજ્ઞાની મુનિ બેલ્યા કે, “રાજન્ ! તું એકાગ્ર મનથી શ્રવણુ કર. સ હકીકત કહી જણાવું છું.”
સૌરાષ્ટ્ર દેશમાં આવેલી નવીન, અનેક દરવાજાવાળી, પૃથ્વીનું એક અમૂલ્ય આભૂષણ રૂપ શ્રી દ્વારિકા પુરી છે, લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણ મહારાજ તે નગરીના અધિપતિ છે; તે કૃષ્ણ મહારાજને મહા બળવાન મહાભાગ્યવાન અનેક શુભ લક્ષણુવાન પ્રદ્યુમ્ન નામના પુત્ર, ભ્રમરની માફ્ક સુખેથી સ્વેચ્છા મુજબ ભમતા ક્રીડા માટે આ વિપુલ નામના વનમાં નિશ્ચે આવશે. હું વિદ્યાધર ! તારે તે વરત્નને તારૂ પુત્રી રત્ન અણુ કરી સંતુષ્ટ થવા જેવું છે. રત્ના રત્નની સાથે સંયોગ થવાથી વિધિ પણ લેકમાં ડહાપણભરેલી કહેવાશે. વિષ્ણુના લક્ષ્મી સાથે તથા ચંદ્રના રોહિણી સાથે સમાગમ કરી વિધિ અતિ પ્રસન્ન થયા છે તેમજ તારી પુત્રીની સાથે કૃષ્ણે પુત્રના મેળાપ કરી સંતુષ્ટ થશે.” “આમ કહીને મુનિરાજ તે વિદ્યાધરને સુકૃતિજનાને અભિષ્ટ ધર્માશિષ આપી ત્યાંથી ઉઠી ઇચ્છા મુજબ ચાલતા થયા.” “હું પ્રદ્યુમ્નકુમાર ! મુનિજનેાની વાણી કદાપિ મિથ્યા