________________
૧૩૨
માળા લઈ અભીષ્ટ વસ્તુના જપ જપતી, અતિ દુઃસહુ તપ તપતી, પાપ કર્મોથી વિરામ પામેલી, પૂર્વ દિશા તરફ મુખ કરી બેઠેલી, ક્ષીરસાગર સમાન શ્વેત અંબર ધારણ કરનારી, શીયલ રૂપ અમૂલ્ય અલંકારથી સુÀાભિત તથા ઇંદ્ર મહારાજની પુત્રી સમાન ભવ્ય જેના ચહેરા છે તેવી સેાળ વર્ષોંની એક કન્યા કુમારને નયનગેાચર થઈ. તે બાળાને જોતાં વેંત જ પ્રદ્યુમ્નકુમારને મનમાં શકા થઈ કે, આ કેાઈ દેવપત્ની હશે કે માનવી હશે ? જરા નીહાળીને જોયું ત્યારે નિમેષવાળાં નેત્રો જોવામાં આવ્યાં તેથી તેને નિશ્ચય થયેા કે આ માળા દેવપત્ની નથી પણ કાઈ માનવી છે. તેનું સ્વરૂપાદિક જોતાં મદન મદનથી પીડિત થયા. આમ પેાતાના મનમાં તેણીની હકીકત વિષે જીજ્ઞાસુ તે કુમાર જેટલામાં આમતેમ ભમે છે તે જ ક્ષણે વસંત નામે એક વિદ્યાધર તેની પાસે આવી હાથ જોડી પ્રણામ કરી ઉભે રહ્યો. ત્યારે રૂકિમણી કુમારે તેને પૂછ્યું કે, “હે વિદ્યાધર ! આ સન્મુખ બેઠેલી માળા કાણુ છે! કાની પુત્રી છે તેની સર્વ હકીકત કહીને મારા સંશયને દૂર કર.”
પ્રદ્યુમ્નકુમારના વચન સાંભળી વસંત નામે વિદ્યાધર સુધાસમાન મધુર વાણીથી કહેવા લાગ્યા કે, “મહા પુરૂષ ! વિદ્યાધર પુરના સ્વામી વાયુવેગ નામે ખેચર છે અને વાણી એ નામથી પ્રખ્યાત તેની સ્ત્રી છે, તે બંનેની આ પુત્રી છે. તે કન્યા જન્મથી જ સર્વ ઉપર રતિ (પ્રેમ) રાખતી હતી તે ઉપરથી તેણીના માતાપિતાએ “રતિ” એવું સાક નામ રાખ્યુ છે. અનુક્રમે તે પુત્રી મદનને ક્રીડા કરવાના ઉપવન