________________
૧૩
વનમાં જાય તે નર ઉત્તમ લાભ પામે.” દશાહ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રી પ્રદ્યુમ્નકુમાર વજમુખના આવાં વાકયો શ્રવણ કરી બોલી ઉઠ્યો કે, “જ્યેષ્ઠ બંધુ! તે નર ઉત્તમ લાભ પામે એ તમારું વચન જ પ્રથમ શકુન છે એમ પ્રણામ કરી વનમાં જવા ઉત્સુક થયેલા મને કઈ પણ તમે અટકાવશે નહીં.” આમ કહીને એક સાહસરૂપી ધનુષ્યનીજ સહાયતા લઈ કુમાર તે વનમાં ગયો. કેટલેક માર્ગ ઓળંગી વનના મધ્ય ભાગમાં ગયો ત્યારે, ગિરિમાંથી નીકળતી, જળથી પરિપૂર્ણ તથા જાણે પૃથ્વીની કટિમેખલા હેય નહીં શું? તેમ એક નદી જોવામાં આવી. તે નદીના બન્ને બાજુના તટ પર હજારે તમાલ વિગેરેનાં વૃક્ષ હતાં. તે વૃક્ષોના નીચેના ભાગમાં, અંજન સમાન શ્યામ વર્ણવાળી મોટી સેંકડે શિલાઓ જોવામાં આવી.
તેઓમાંની એક શિલા ઉપર પદ્માસન કરી બેઠેલી, મનહર, નાસિકાના અગ્ર ભાગ પર નિશ્ચલ લેનવાળી કલાપ સદશ વેણીને ધરનારી, કમલ સમાન આનનવાળી. અષ્ટમીના ચંદ્ર સમાન વિશાળ ભાલવાળી, મુખમાંથી નીકળતા સુરભિ વાયુથી ખેંચાઈ આવેલી ભ્રમરની માળાથી સુંદર લાગતી, કંઠમાં મુક્તાનાં હારને ધારણ કરનારી, પદ્મ સમાન નયનવાળી, સ્તનના ભારને લીધે નમી ગયેલાં અંગવાળી, વા સમાન મધ્ય ભાગવાળી, અમૃત સમાન મધુર વાણીવાળી, સુવર્ણની કટિમેખલાવાળી, કદલી સ્તંભ સમાન સાથળ વાળી, ધ્વનિ કરતા નૂપુરવાળી, હંસ સમાન મનહર ગતિવાળી, મૃણાલની ઉપમા ચગ્ય બે બાહુવાળી, હસ્તમાં રૂદ્રાક્ષની ઉત્તમ