________________
૧૪૦
મૂછિત થઈ દાસીજનને ખબર પડતાં તરત જ દેડી આવી અને મૂછ ઉતારવા માટે જળ સેકાદિક હજારે ઉપાય કરવામાં દાસીઓએ ખામી ન રાખી. ડીવાર પછી મૂચ્છ ઉતરી ત્યારે દાસી જનોએ રોગનું કારણ પૂછયું પણ પ્રત્યુત્તર કંઈ પણ ન આપે, કારણ કે, નહીં કહી શકાય તેવી હકીક્ત અન્ય જનને કેમ કહેવાય ? આવી રીતે કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાની કલા માફક કનકમાલા પ્રતિદિન ક્ષીણ થવા લાગી, અન્ન ઉપર જરાપણ રૂચિ ન થવા લાગી તથા તેવા જ વિચારો ખ્યાલમાં આવવાથી રાત્રીમાં ક્ષણવાર પણ નિદ્રા ન આવતી હતી. કાલસંવર રાજાએ પણ અતિ આગ્રહપૂર્વક શરીરની ક્ષીણુતા થવાનું કારણુ ઘણું પૂછ્યું પણ તે કનકમાલ કંઈ પણ ઉત્તર નહીં આપતાં કેવલ મીન રહી. રાજાએ દેશ દેશાંતરેથી મેટા વૈદ્યોને તેડાવી કનકમાલાને બતાવી, કનકમાલાને જોતાં વેંત જ મહાચતુર વૈદ્યોને ચિકિત્સા કરતાં જણાયું કે, “આ સ્ત્રીને માત્ર વિરહ વ્યથાથી જ શરીરની ક્ષીણતા થઈ છે. આ સિવાય અન્ય કારણ નથી.” આમ વૈદ્યોને જાણવામાં આવ્યું છતાં પણ આગળ પાછળ વિચાર કરનારા વૈદ્યોએ તે કારણે બીજાઓને નહીં કહ્યું કારણ કે, આ સ્ત્રીને પિતાને ભરથાર આની પાસે જ છે તે વિરહવ્યથા અમારાથી કેમ કહી શકાય? આ વિચારને લીધે તે હકીકત કહેવાને સમર્થ ન થયા; છેવટમાં વૈદ્યોએ કહ્યું કે, “આના રોગનું ખરું નિદાન અમારાથી થઈ શકતું નથી.” ત્યારે હવે શું કરવું ?” આવા વિચારમાં મુંઝાઈ ગયેલે કાલસંવર રાજા સભામાં બેઠેલે છે તે સમયે
ઇ, આ
” આમ તો જીણુતા થઈ છેઆ સ્ત્રીને કહચતુર
છતાં પણ
નહી