________________
૧૨૯
લાભ ૧૪ મા
છલપરાયણ તે ખાળકા છલરહીત કુમારને એક દિવસે ભીમ નામની એક ગુફા આગળ લઈ ગયા; ગુફાથી જરા દૂર રહી વજ્રમુખ ખેલ્યો, “જે માણસ આ ગુફામાં પ્રવેશ કરે તે માણસને અદૂભૂત લક્ષ્મી પોતે વરે.” આમ જ્યાં કહ્યું કે તરત જ તે કુમાર નિઃશકપણે તે ગુફામાં ગયા. તે ગુફામાં અધિષ્ઠાતાપણે રહેનારા કોઈ એક દેવ મહા નાગનું રૂપ ધરી મોટી ફણાઓને આડંબર કરતા આવ્યો, અને ક્રોધ પામેલા તે નાગકુમારની ઉપર ફુંફાડા મારી વિષ વરસાવવા લાગ્યા. તે સમયે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે પેાતાના હાથ વતી તે નાગનું મુખ મજબુત પકડી ત્રણવાર ફેરવી મૃતપ્રાય કરી પૃથ્વી ઉપર ફેકી દીધા.
ફ્રીને પણ મારા આવા હાલ કરશે, એવી બીકને લીધે નાગનું રૂપ છેાડી દઈ પેાતાનું ખરૂ દેવ શરીર ધારણ કરી તે દેવે પ્રણામ કર્યા, અને કુમારને પુષ્પમય છત્ર, સ્વચ્છ શ્વેત બે ચામર તથા પુષ્પમય રમણીય એક શય્યા આપી ઓલ્યો કે, “મહારાજ ! હું તે આપના દાસના દાસ છું. મારી ઉપર ક્રૂર ષ્ટિ નહીં કરતાં કૃપાદૃષ્ટિ કરશે.” આમ કહી તે દેવ કુમારની પાછળ વળાવા ગયેા. કુમારે રા આપી ત્યારે તે દેવ પાછો વળી પોતાનાં સ્થળે ગયા. કુમાર પણ સર્વ સંપત્તિ લઈ ગુફાની બહાર આવી નિજ ભ્રાતૃ વને મળ્યો અને ચૌદમા લાભ દર્શાવનારૂ સર્વાં વૃત્તાંત સંભળાવી જાણુ કર્યાં.
૯