________________
१.२८
છે, આ ન્યાયની સત્યતા કરતા સત્વર તે વનમાં ગયા. તે વનમાં શીતલ છાયાવાળા રમણીય પ્રદેશમાં આવી યથેચ્છ ક્રીડા કરવા લાગ્યો, મર્દોન્મત્તની માફક કુદકા મારવા લાગ્યો તથા હસવા લાગ્યા. આવા ઉન્માદ ધ્વનિને સાંભળી તે અરણ્યના અધિષ્ઠાતા દેવ દ્યુતસ્વરથી પાકારતા યુદ્ધ કરવા આવ્યો. પ્રદ્યુમ્નકુમાર તે દેવને જીતી લઈ તેને નીચે પછાડી નાખી તેની છાતી ઉપર ચડી પેાતાની ઢ મુષ્ટિનેા પ્રહાર કરવા તત્પર થાય છે તે જ ક્ષણે તે દેવ ખેલ્યો કે, કૃપાળુ ! મને છોડી દો, હું તમારા નિરંતર દાસ છું અને આજથી તમે મારા સ્વામી છે, આમ તે દેવે આજીજી કરી ત્યારે કુમારે તેને છોડી મૂકયા. તે દેવે કહ્યું કે, “હું તમારા સાહસ તથા ખળથી સંતુષ્ટ થઈ તમને કંઈક આપવા ઉત્સુક છું, તે તે આપ સ્વીકારી લેશે.” આમ કહી તે ધ્રુવે કુમારને ૧ મદન, ૨ મેાહન, ૩ તાપન, ૪ શાષણ, તથા ૫ ઉન્માદન, આ પાંચ ખાણા સહીત કૌસ્તુભ નામે એક ધનુષ્ય આપ્યુ. પછી નમ્રતાપૂર્વક ખેલ્યો કે, “હે દયાસિંધુ ! કાઈ પણ કાર્ય પ્રસંગે મને આજ્ઞા કરી આ કરશે.” આમ કહી તે દેવ કુમારને થાડેક ગયા. પ્રદ્યુમ્ને તેને પાછા વાર્યાં ત્યારે તે દેવ સ્વસ્થાને ગયા અને કુમારતે વનની બહાર આવ્યો. ઉત્સાહિત થઈ ચાલ્યા આવતા કુમારને જોઈ તે બાળકે નિરૂત્સાહ થયા અને છલથી કુમારને મળ્યા. આવા શ્રેષ્ઠ તેરમા લાભ મળવાથી હર્ષિત થયેલા કુમારે બાળકની આગળ સ વાર્તા કહી બતાવી.
દાસને કૃતા સુધી વળાવા