________________
૧૨૭ તેથી આપણા રાજ્યને ધણી થનારે આજ તે નક્કી મુએ, આવી રીતે અતિ આનંદ પામતા તે બાળકે કંદોઈને ત્યાંથી મીઠાઈ લઈ ઉત્સાહથી ખાવા લાગ્યા. થોડા વખતમાં, વામભાગમાં બેઠેલી તિલકસુંદરી નામની પત્ની સહીત તથા અનેક ગંધ સહિત, વિવાહની સામગ્રીથી સંપન્ન પ્રદ્યુનકુમાર વિમાનમાં બેસી આવ્યો તે જોઈ બાળકેએ વિચાર કર્યો કે, અરે આ કેણ આવતો જણાય છે? આમ વિચાર કરે છે ત્યાં તે ક્ષણવારમાં બાળકોની આગળ સૂર્ય સમાન તેજસ્વી વિમાન આવી ઉભું રહ્યું, અને તેમાંથી કુમાર એકદમ બહાર નીકળ્યા. કુમારને જોઈ જમુખાદિક સારૂં લગાડવા બેલ્યા કે, “ભાઈ ! આવ, આવે, ભલા, એટલે વિલંબ કેમ થ? ભાઈ સર્વ હકીક્ત કહી બતાવ.” આ પ્રમાણે તેઓએ કપટથી પૂછ્યું, ત્યારે સરલ બુદ્ધિના પ્રદ્યુમ્ન પિતાના વિવાહ પર્યત સર્વ હકીક્ત કહી જણાવી. બારમે લાભ સાંભળી બાળકની ઈષ્યમાં વધારે થયે. ઘણુ કાષ્ઠોથી પણ નહીં સંતુષ્ટ થતા અગ્નિની માફક પ્રદ્યુમ્નકુમારને આ બારમો લાભ મળવાથી પણ હજી સંતોષ ન થયે અને અન્ય લાભ સંપાદન કરવા ઉત્સુક થયે.
લાભ ૧૩ મું એક દિવસે વૈતાઢય ગિરિ ઉપર રમતા બાળકે ફરતા ફરતા કાલવન નામે વન આગળ આવ્યા, તે વનથી દૂર રહીને વજમુખ બોલ્યો, “જે આ વનમાં જાય તે ઉત્તમ શ્રીને પામે.” આ વાત સાંભળી કુમાર લેભથી લોભ વધે