________________
૧૬ શત્રુને છોડીશ નહીં ત્યાં સુધી હું આમાંની એક પણ વસ્તુ લેવાને નથી.” ત્યારે મને કહ્યું કે, “હે સ્વામિન્ ! જે અનુચર પોતાના સ્વામિનું કહ્યું ન કરે તે અનુચર જ ન કહેવાય માટે આપ તે પ્રભુ છે તેથી મારે તમારું વચન માનવું જ જોઈએ, તે હવે તમારા કહેવા મુજબ આ મારા શત્રુને છોડી મૂકું છું.” આમ કહીને મને જ પિતાના શત્રુ વસંતકને છોડી મૂક્યો. પછી પ્રદ્યુમ્નકુમારે તે બંનેને હિતકારક વચન કહ્યું કે, “હે મને જવ! તથા વસંતક! તમે બંને જણે પરસ્પર ગાઢ આલિંગન કરી અન્ય મૈત્રી કરે અને પૂર્વ વૈર છોડી દે, હું આ વાતમાં સાક્ષી બેઠો છું.”
માંત્રિક પુરૂષના કહેવા મુજબ જેમ નાગ કરે છે તેમજ પ્રદ્યુમનના કહેવા પ્રમાણે તે બંને જણાએ કર્યું. તે પછી મનોજવે આપેલી સર્વ વસ્તુ કુમારે સ્વીકારી લીધી. તે સમયે વિદ્યાધર વસંત કે વિચાર કર્યો કે, મારી પુત્રીને યોગ્ય આ જ પતિ છે, એમ ધારી, સર્વ અંગોમાં અલંકાર પહેરાવેલી, સર્વ શુભ લક્ષણોથી સંપન્ન તથા પૂર્વે કરેલાં પુણ્યને લીધે જ મળી શકે તેવી પિતાની તિલકસુંદરી નામની પુત્રીને કુમારની સાથે શુભ મુહૂર્તમાં ઉદ્વાહ કર્યો. પ્રદ્યુમન કુમાર તેણીની સાથે કેટલાક વખત કીડા કરતો કરતો ત્યાં જ રહ્યો.
પવન નામના વનની બહાર રહેલા મહાદ્વેષી વજ. મુખાદિક બાળકેએ વિચાર કર્યો કે, આપણું ધારેલાં કાર્યો આજે સાર્થક થયાં અત્યાર સુધી હજી તે આવ્યો નહીં