________________
૧૨૫
વિદ્યાધર બોલ્યો, “હે મહાભાગ ! મારા કઈ સદ્ભાગ્યને ઉદય છે કે જેથી તમે અહિં આવી પહોંચ્યા. હું પૃથ્વીમાં “મને જવ” એ નામથી પ્રખ્યાત એક વિદ્યાધર છું. હે સ્વામિન્ ! આ પદ્વવન નામે વનમાં વસંતક નામે એક વિદ્યાધર રહે છે તે મારા પૂર્વ ભવને વૈરી છે. તે વિદ્યારે પૂર્વ વૈરને લીધે મને બાંધી લીધું છે. અને હે કરૂણાના સમુદ્ર! તમે મારા નિષ્કારણ બંધુ છે, માટે તમે મને આ દુઃખદાયક દઢ બંધનથી મુક્ત કરે.” આ વચન સાંભળતાં તરત જ પ્રદ્યુમ્નકુમારે તીક્ષણ ધારવાળી છરીથી તેનાં સમગ્ર બંધને કાપી મને જવ વિદ્યાધરને દઢ બંધનથી નિમુક્ત કર્યો. કેમકે સૂર્યને તથા સજ્જનને ઉપકાર કરવા રૂપ સમાન ધર્મ હોય છે. જગતને ઉપકાર કરતી વખતે એ બન્નેને સજજન દુર્જન સંબંધી કશે પણ વિચાર હોતું નથી.
તે વિદ્યાધર જે ક્ષણે બંધનથી મુક્ત થયે તેજ ક્ષણે પ્રદ્યુમ્નને પૂછયા સિવાય સત્વર દોડી જઈ પિતાના શત્રુ વસંતક વિદ્યાધરને કેશ મજબૂત પકડી કુમારની આગળ ખેંચી લાવ્યો અને કુમારને કહે છે કે, “તમે તે મારા પ્રાણદાતા છે, નિષ્કારણ ઉપકાર કરનારા છે. હે મહારાજ ! તેવી કેઈ અમૂલ્ય ચીજ નથી કે જે ચીજ આપી તમે કરેલા ઉપકારને બદલે વાળી શકું, તે પણ મને તમારે સેવક જાણે અને મારી ભેટ સ્વીકારો.” આમ કહીને મનેજવ વિદ્યાધરે કુમારને ઉત્તમ બે વિદ્યા, મટી કીંમતને મને હર એક મતીને હાર તથા ઇંદ્રજાલની વિદ્યા આપી. ત્યારે કુમારે કહ્યું કે, “હે મિત્ર! જ્યાં સુધી તું આ તારા