________________
૧૨૪
આવાં અનુપમ બળ તથા સાહસથી પ્રભેદ પામેલા તે દેવે સમીપ આવી પ્રણામ કરી, જય” નામે એક શંખ તથા પુષ્પનું બનાવેલું એક ધનુષ કુમારને આપ્યું પછી કર સંપુટ કરી સુધા સમાન વાણીથી બોલ્યા, “હું આપને વશ છું માટે કાર્ય પ્રસંગે મારું સ્મરણ કરશે કે તરત જ આપની સેવામાં આ દાસ હાજર થશે.” આ પ્રમાણે પૂજાને પામી કુમાર તે ગિરિ ઉપરથી સુખેથી નીચે ઉતરી ઈર્ષ્યાથી કલુષિત તે બાળકોને મળે. તેઓને ત્યાં થયેલી સર્વ વાતો સંભળાવી. આ વાત સાંભળતાં કુમારે અતિ દુઃખી થયા. પ્રદ્યુમ્નકુમાર આ અગીયારમે લાભ પામી આનંદ પામતે પામતે કીડામાં તત્પર થયો.
લાભ ૧૨ મેં સર્વ બાળકો મળી અનુક્રમે પદ્રવન નામના વનમાં ગયાં ત્યારે મહા શઠ વમુખે કહ્યું કે, “જે પુરૂષ જરાપણ ભય ન રાખતા આ વનમાં પ્રવેશ કરે તે પુરૂષ નિર્ભય લક્ષ્મીને સંપાદક થાય.” આ સાંભળી પ્રદ્યુમ્નને ત્યાં જવાનું મન થયું તેથી તેણે વજમુખને કહ્યું કે, “જે આપ રજા આપે તે હું ત્યાં જાઉં.” તેને પ્રત્યુત્તરમાં તેણે કહ્યું, “તારી જેવી ઈચ્છા.” આમ રજા મેળવી કુમારે વનમાં પ્રવેશ કર્યો. જ્યાં અંદર જાય છે ત્યાં અતિ મજબુત રીતે બાંધેલ તથા ઉચે સ્વરે રૂદન કરત એક વિદ્યાધર જેવામાં આવ્યું. અત્યંત દયાળુ પ્રદ્યુમ્ન કુમાર તે પુરૂષને પૂછે છે કે, “અરે ભાઈ! તું કેણ છે અને તને શા કારણથી આવી દશા પ્રાપ્ત થઈ છે? હે મિત્ર! હું તારે ઉત્તમ મિત્ર છે માટે મનમાં શાંતિ રાખી કહે.”