________________
૧૨૩
તેથી આવા મહા પરાક્રમી પુરૂષની સાથે કઈપણ યુક્તિથી મિત્રતા કરવી યુક્ત છે નહીંતર મારું સર્વસ્વ લઈ લેશે. આવી રીતે અંતઃકરણમાં વિચાર કરી બોલ્યા, “મહારાજ! મારી ઉપર કૃપા કરે. તમને વશ થયેલે હું તમારે આજ્ઞાનુસાર એક દાસ છું, તેથી હું આપને જે કંઈ ઉપહાર આપું તે સૌમ્ય દષ્ટિથી આપ સ્વીકારે” એમ કહીને કંઠનું એક આભૂષણ, બે બાજુબંધ, બે કડાં તથા એક કંદોરે, એટલી વસ્તુ આપી. કુમાર સર્વ અલંકારે પહેરી પર્વતની નીચે આવી તે બાળકને મળ્યો. વજમુખાદિક ઉપરથી નેહ દર્શાવતા આલિંગન કરવા લાગ્યા તેઓની આગળ કુમારે દશમે લાભ નિવેદન કરનારું અખિલ વૃત્તાંત કહી જણાવ્યું.
લાભ ૧૧ મે બાળકે રમતા રમતા વરાહવદન નામે પર્વતની તળેટીમાં આવ્યા. તે વખતે વજમુખ બોલ્યા, “બંધુઓ! તમે સાંભળે. આ સન્મુખ રહેલા વરાહવદન નામે ગિરિ ઉપર જે પિતાની શક્તિથી ચડી જાય તે પુરૂષ તેના અધિષ્ઠાતા દેવ પાસેથી પૂજા પામે.” આ સાંભળતાં પ્રદ્યુમ્નકુમાર અતિ વિષમ તે ગિરિ ઉપર ધીમે ધીમે પગ મૂકતે ચડી ગયે. તે પર્વતને અધિષ્ઠાતા દેવ પિતાનું મુખ ફાડી બેઠે હતે. તેના મુખમાં પ્રદ્યુમ્ન આવ્યો કે તરત જ ઓગળી જવાની ઈચ્છાથી પિતાનું મુખ બંધ કરવા લાગ્યું, તે જ સમયે પ્રદ્યુમ્નકુમારે પિતાની કણી વતી તેના સમગ્ર દાંત પાડી નાંખ્યા અને તેના મુખમાંથી સુખેથી કુમાર નીકળી ગયો.