________________
૧૨૨
લાભ ૧૦ મે કપટથી નેહ દર્શાવનારા બાળકે પ્રદ્યુમ્નને લઈ અનેક વિવિધ કેલિ કરતા કરતા રાવણ નામે ગિરિ આગળ ગયા. ત્યારે વજાસદશ કઠન મનવાળો મહાપાપી અગ્રજ વમુખ બોલ્યા, “વૃદ્ધ પુરૂષો આ રાવણ નામના પર્વતને મહાપ્રતાપી કહી ગયા છે, જે પુરૂષ આ ગિરિ ઉપર ચડે તે ભાગ્યવાન પરૂપ બહુ સંપત્તિ મેળવી આવે.”
આ વાત સાંભળતાં રોમાંચરૂપ કવચને ધારણ કરનાર તથા વિશાળ વક્ષસ્થલને લીધે પિતાનું શુભ ભાગ્ય સૂચવતે અને બળવાન પુરૂષોમાં ધુરંધર તે કૃષ્ણ પુત્ર, પોતાની કમર કસીને સત્ત્વરૂપ પાથેય સાથે વાનરની પેઠે એકદમ તે ગિરિ પર ચડી ગયા. તે ગિરિને અધિષ્ઠાતૃદેવ મનુષ્યને અવાજ સાંભળી એકદમ લાલ નેત્ર કરતે કરતો આવી કુમારને કહે છે કે, “અરે બાળ! મારા નિવાસ પર્વત ઉપર કેમ આવ્યો છે? અરેરે મૂઢ! તને તારી જીંદગી વહાલી હોય તે જેમ ચડ્યો તેમ અહિંથી પછે ઉતરી જા નહીંતર અમૂલ્ય આ દેહ ગુમાવીશ.”
ગુણ રૂપ નેનું ઉત્પત્તિ સ્થળ, સત્ત્વને રહેવાના મંદિર સમાન પ્રદ્યુમ્ન કુમાર દાંતની પ્રભાથી અધરને ઉજવલ કરતા બોલ્યા, “અરે મૂર્ખ ! હું અહિંથી નીચે ક્લેરવા માટે ચડેલે નથી પણ ખાસ રહેવા માટે જ અહિંયા આવેલું છું તને અહિંથી કાઢી મૂકી હું મારું નિવાસગૃહ કરીશ.
આમ કહેવાયેલ દેવ મનમાં વિચાર કરે છે કે આ પુરૂષ મારા કરતાં અધિક બળવાન તથા સાહસિક દેખાય છે