________________
૧૨૧
ત્યાંથી અશ્વ ઉપર ચડી ભાગ્યહીને તે બાળકે જ્યાં બેઠા હતા ત્યાં આવ્યો. સહીસલામત આવેલા કુમારને જોઈ તેઓની આંખમાં ક્ષાર પાત થયે. તે બાળકો પરસ્પર વિચાર કરે છે કે, હવે આપણે શું કરવું? આ સમયે દેવ પ્રતિકૂલ હેવાથી જે ધારીએ છીએ તેથી વિપરીત બને છે. ધારેલી કોઈપણ વાત સિદ્ધ થતી નથી માટે આપણે આ કામ છેડી દઈએ; આમ ચિંતાથી આકુળવ્યાકુલ થયેલા બાળકોને જોઈ જમુખ બે કે, “અર્ભકો ! તમે જરા પણ ચિંતા ન કરે, કારણ કે આ કુમારને મારવા માટે મારી આગળ ઘણું ઉપાય છે તેથી થોડા વખતમાં જ એને સંહાર કરીશ.” આવી રીતે વાતચીત કરે છે તેવામાં મહા આડંબરપૂર્વક કુમાર તેઓની આગળ આવ્યો ત્યારે વજમુખ હસી બેલી ઉઠ્યો કે, “ભાઈ સુખેથી આવ્યો કે ? કોઈ જાતની અડચણ તે નથી આવી કે ?” “ના, ભાઈ! હજી સુધી તે આપ જેવા નેહી બંધુઓના પ્રસાદથી કોઈ જાતની પણ હરકત આવી નથી.” આમ કહેતો કહેત કુમાર બાળકની મધ્ય પંક્તિમાં બેઠે. મુખ ઉઘડતાં વિસ્તીર્ણ થતા દત પંક્તિના અંશુજાથી સ્વકીય અધરને વિશદ કરતા પ્રદ્યુમ્નકુમારે અશેષ વૃત્તાંત તેઓની આગળ નિવેદન કરીને તે વિષે પ્રતીતિકારક અશ્વરત્નાદિકની નિશાની બતાવી, “આ નવીન નવમો લાભ આપ સર્જનની કૃપાથી જ મળે છે,” એમ કહી, ગ્રહના મધ્ય ભાગમાં રહેલા શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્રમાની પેઠે બાળકના મધ્યમાં રહેલે મહા બળવાન પ્રદ્યુમ્ન કુમાર હર્ષિત થઈ ગમતમાં આસક્ત થયે.