________________
૧૨૦ દૂર રહેલા ઉંચા પર્વતને જોઈ મને યાદ આવવાથી કહું છું. એક શૃંગ નામના ગિરિ ઉપર જનાર માણસ અવર્ણનીય સંપત્તિને લાભ પામે.” આ વચન સાંભળી હર્ષથી પ્રદ્યુમ્ન મોટાભાઈ વજાસુખને કહે છે કે, “ભાઈ તમારી આજ્ઞા હાય તે અહીંયાં પણ હું જ જાઉં! કારણ કે તમારી આજ્ઞા મને બહુ જ લાભદાયક છે.” ત્યારે જ્યેષ્ઠ બંધુ વમુખે કહ્યું કે, “હે ભાઈ! ભલે, તું જા.” આમ કહેવાથી પ્રદ્યુમ્નકુમાર સિંહની ગર્જનને લીધે અતિ ભયંકર લાગતા એક શૃંગ ગિરિ ઉપર જઈ ઉંચા શિખર ઉપર બેસી કેસરી સિહની પેઠે સિંહનાદ–ગજનાદ હયનાદ કરવા લાગે.
આવી ગંભીર ગર્જના સાંભળી ઘોર નિદ્રામાંથી જાગી ઉઠેલે ભુજગેશ્વર પિતાની ફેણ ઉંચી કરી કુંફાડા નાખતે આવી કુમારની સાથે સંગ્રામ કરવા લાગ્યું. ભયાનક યુદ્ધ કરતાં કુમારે તેનું મુખ પકડી જીતી લીધો. પિતાનું મુખ પકડાઈ જવાથી નિર્બલ થયેલે તે દેવ નાગનું સ્વરૂપ છોડી દઈ ભૂલ રૂપ ધરી અતિ નમ્ર થઈ કહે છે, “હે વીર શિરોમણિ ! તમે તો જો કે નિસ્પૃહ છે તે પણ આ તમારા સાહસથી પ્રસન્ન થઈ હું જે આ કાંઈ આપું તે ગ્રહણ કરી મારી ઉપર અનુગ્રહ કરે.” આમ કહીને તે દેવે એક ઉત્તમ અશ્વ, હીરાની મુદ્રિકા તથા હીરાથી જડેલા કવચવાળી એક છરી આપી કુમારને સંતુષ્ટ કરી કહ્યું કે, “મહારાજ ! હું આપને જ અનુચર છું, એમ ધારી સારા ચોગ્ય કામકાજ ફરમાવજે તથા પુનઃ પધારી મારું ઘર પાવન કરજે.” આમ કહીને કુમારને તે ગિરિની નીચે ઉતારી અદશ્ય થયે. કુમાર