________________
૧૧૮
એકલે જઈશ.” એમ કહી પ્રદ્યુમ્ન તે બાળકની આજ્ઞા લઈ કપિત્થ નામના વનમાં ગયે. ત્યાં કોઠના વૃક્ષ ઉપર ચડી પાકેલા કોઠના ફળે ભાંગી ખાઈને છાલને ભાગ નીચે ફેંકવા લાગ્યો. તે સમયે અંજન સમાન શ્યામ વર્ણવાળા, મુશલ સમાન લાંબા દાંતવાળા, શુંઢને વારંવાર ઉછાળતા તથા ગંડસ્થલમાંથી ઝરતા મદનલવાળા હાથીના રૂપને ધરી એક દેવ આવે. પિતાની શુંઢ ઉંચી કરી કુમારને ગ્રહણ કરવા યત્ન કરે છે તે જ ક્ષણે ગજશિક્ષામાં ચતુર તે કુમાર ગજશિક્ષાથી ગજને વશ કરી ગજના બે દાંત ઉપર પગ મૂકી સત્વર તેની ઉપર ચડી ગયે. અને કુમારે ગંડસ્થલ ઉપર થપ્પડ મારી તેને મદ રહિત કર્યો. વશ થયેલે ગજસુર બે કે, “હું તમારે દાસ છું, માટે કામ પ્રસંગે મારૂં સંસ્મરણ કરજો.” આ પ્રમાણે કહીને તે ગજસુરે આમળાં સમાન મોટાં મોતીનો એક હાર કુમારને બક્ષિસ કરી કોઠના વૃક્ષની નીચે ઉતાર્યો. હસતે કુમાર ગહન વનમાંથી બહાર નીકળી કુમારને મળ્યો. અમૂલ્ય હારથી પૂજાયેલા તેને જોઈ સર્વ બાળકોનાં મુખ ઈર્ષાને લીધે શ્યામ થયાં. સઘળી વાર્તા કહેતાં કુમારે આઠમા લાભની પ્રશંસા કરી.
લાભ ૯ મેં કીડામાં લંપટ થયેલા દુષ્ટબુદ્ધિ તે બાળકે સદબુદ્ધિવાળા કુમારની સંગાતે જરા આગળ ચાલ્યા ત્યારે એક શંગ નામે આવેલા ગિરિને જોઈ જ મુખે કહ્યું, “બંધુઓ ! વૃદ્ધ પુરુષોનું વચન મેં સાંભળેલું તે અનેક કૌતુક સંપન્ન,