________________
૧૧૮
થયેલા મારા ને આપ પાર
તથા
વચન સાંભળી કૃષ્ણપુત્ર બે, “રે, રે, મૂઢ! તું જાણત નથી કે વૃક્ષો પરોપકાર માટે જ વાવેલાં છે! ફળને સ્વાદ લેવામાં અંતરાય કરનાર બાવળના વૃક્ષ સમાન તું દેખાય છે, માટે નીચ કૃત્ય કરવાથી તે દેવ નથી પણ ખરેખર સુરાધમ છે.” આમ કહેવાથી મહા કોધયુક્ત થયેલ તે દેવ કુમારની સાથે સંગ્રામ કરવા લાગ્યા. કુમારે તેને આખરે જીતી લીધા ત્યારે પિતાનું કપિનું રૂપ છેડી દઈ સ્વાભાવિક રૂપ ધરી હાથ જોડી પ્રણામ કરતા તે દેવ બેન્ચે કે, “અજાણતાં થયેલા મારા અપરાધને આપ ક્ષમા કરો તથા યથાશક્તિ હું જે આપું તે આપ કૃપા કરી સ્વીકારે.” આમ કહીને દેવે કુમારને એક અમુલ્ય મુકુટ આપે તથા આકાશમાગે ગતિ કરાવનારી બે પાદુકા આપી કહ્યું કે, “હે મહાભાગ ! હું આપને કિકર છું માટે ફરીથી પણ મારા જેવું કાર્ય ફરમાવશે.” આમ કહી તે દેવ કુમારને આમ્રવૃક્ષની તળે મૂકી અદશ્ય થયે. - પુષ્પથી પૂછત તથા અલંકારોથી ભૂષિત થયેલા પ્રદ્યુમ્નને જોઈ વજમુખાદિક બાળકે ઈષ્ય રૂપ અગ્નિથી પૂરિત થયા. પ્રદ્યુમ્ન તેઓની આગળ સર્વ કથા કથન કરી. આવી રીતે સાતમે લાભ સંપાદન કરી ફરી લાભ માટે સ્પૃહાલુ થયો.
લાભ ૮ મા મદન સહિત સર્વ બાળકે રમતા રમતા આગળ ગયા. ત્યારે જેમાં ઘણાં પાકેલાં કઠનાં ફળે રહેલાં છે તેવું કપિત્થ નામે એક વન જેવામાં આવ્યું તે જોઈ જમુખ બોલ્યો કે અધિષ્ઠાયક દેવવાળા આ વનમાં જે પ્રવેશ કરે તે વચનથી કહી ન શકાય તેવી નિર્મળ કાંતિ પામે. “ત્યારે હું જ આમાં