________________
૧૧૬ : કહ્યું જે, “હે દેવ! મેં વિચાર્યું કે આ દેવ આટલી બધી સુધાની વેદનાને કેમ સહન કરી શકશે, માટે તે વેદનામાંથી છેડાવું, એમ ધારી હું ક્ષુધાતુર થયેલા તને ખાસ મારવા માટે આવ્યો છું. માટે ચાલ તને સુધાની પીડામાંથી છેડાવું.” આમ કહી કુમાર તે દેવની સામે થયે. વજી પ્રહાર તુલ્ય વચન સાંભળી કેધ પામેલે તે દેવ સામે આવી યુદ્ધ કરવા લાગ્યો. બળશાલી કુમારે આખરે યુદ્ધમાં દેવને જીતી લીધે. પરાજય પામેલે દેવ કરજેડી મહા બળવાન કુમારને પ્રણામ કરી કહે છે કે, “ભાગ્યશાલિન ! મારી આટલી ઉમરમાં હું તમારા સિવાય બીજા કેઈથી પણ જીતાયે નથી.” આમ કહી તે દેવે કુમારને બે કુંડલ તથા એક હાર આપી કહ્યું કે, “આજથી હું તમારે સેવક છું. અને તમે આજથી પ્રભુ છે માટે કઈ પણ કામ પ્રસંગે મને બોલાવશે કે તરત જ આપની સેવામાં આ સેવક હાજર થશે.” આમ કહી તે કુમારને ઉપાડી પર્વતની નીચે મૂક્યો અને તે દેવ અંતહિંત થ. હાર તથા કુંડલથી અલંકૃત થયેલા કુમારે તે બાળકની આગળ આવી તે ગિરિના શિખર સંબંધી વાત કહી બતાવી. આવી રીતે છઠ્ઠા લાભને પામી ફરીને પણ તે લાભ મેળવવા ઉત્સુક થ.
લાભ ૭ મે અનેક લાભ મેળવનારા પ્રદ્યુમ્નને જોઈ અતિ ચિંતાતુર થયેલા તથા અદેખાઈને લીધે મનમાં અતિ ખેદ પામતા સર્વે બાળકે વિચાર કરે છે કે જેમ ઉત્પન્ન થતાં જ અગ્નિને જલાદિક ઉપચારથી શાંત થઈ શકે છે અને વૃદ્ધિ